તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:અમરેલીના સસ્પેન્ડ ASI પાસેથી 1.45 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળી

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ACBએ મળેલી અરજીના આધારે તપાસ કરતા સામાન્ય પોલીસ કર્મી પાસેથી મોટી સંપતિ મળી હતી
 • ACBતપાસમાં આવક કરતાં 91.53 ટકા વધુ સંપત્તિ મળી આવતા ગુનો દાખલ

એન્ટી કરપશન બ્યુરો એ અમરેલી ના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલ વિરુદ્ધ 1.45 કરોડ થી વધુ અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ ગુનો દાખલ કર્યો છે.હાલમાં ફરજ મોકૂફ એવા એ એસ આઈ સામે એ સી બી ની ટીમ છેલ્લા કેટલાય સમયથી તપાસ કરી રહી હતી. જેમાં તેમની સ્થાવર અને જંગમ મિલકત તેમજ બેંક એકાઉન્ટ ની વિગતો ચકાસતા આટલા મોટા પ્રમાણમાં તેમની પાસેથી મિલકત તેમજ રોકડ મળી આવતા આ કાર્યવાહી હાથ ધરાઇ છે.

એસીબીને એક નનામી અરજી મળી હતી જેમાં અમરેલીમાં ફરજ બજાવતા એ એસ આઈ પ્રકાશસિંહ રણજીત સિંહ રાઓલ પાસે ગેરકાયદે પ્રવુતિ કરવાના આક્ષેપ સાથે તેમની પાસે મોટી સંખ્યામાં અપ્રમાણસર મિલકત હોવાની વાત અરજીમાં કરવામાં આવી હતી. જેના પગલે એ સી બી દ્વારા પ્રકાશસિંહ અને તેમના પરિવારજનો ના બેંક એકાઉન્ટ તેમજ અન્ય સ્થાવર જંગમ મિલકત અંગેની તપાસ કરાઇ હતી.

આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ તેમની કાયદેસરની આવક અંગેની તપાસ કરવામાં આવી હતી. જેના અંતે તેમની પાસે રૂ એક કરોડ પિસ્તાલીસ લાખથી વધુની મિલકત મળી આવતા તેમની વિરુદ્ધ એ સી બી દ્વારા અપ્રમાણસર મિલકત નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રકાશસિંહની કાયદેસરની આવક રું 1,67,76,895 નીસામે તેમના ખર્ચ અને રોકાણ 3,12,82,140 બાદ કરતાં 1,45,05,245 એટલે કે 91.53 જેટલી વધુ હોવાનું તપાસ માં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો