હર ઘર દસ્તક અભિયાન:જિલ્લામાં ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાની કામગીરી શરૂ, 1.12 લાખથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ જ નથી લીધો

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોના ઘરે જઈને વેક્સિન અપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપૂર્ણ રસીકરણના લક્ષને હાંસિલ કરવા હર ઘર દસ્તક અભિયાન થકી જિલ્લાના લોકોના ઘરે ઘરે જઈને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને અમરેલી આરોગ્ય તંત્રના તમામ તબીબો અને આરોગ્ય કર્મીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોવીડ રસીકરણના પ્રથમ અને બીજા ડોઝ લેવામાં બાકી રહેલા લાભાર્થીનું કાઉન્સેલિંગ તથા મોબીલાઇઝ કરીને કોવીડ રસીકરણ સુનિશ્રિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

મેડીકલ ઓફિસર તથા આયુષ તબીબે એક ગામ/વોર્ડની મુલાકાત લઈ હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત અમરેલીમાં કોવીડ રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝના બાકી રહેલા લાભાર્થીઓને આવરી લેવા માટે પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય ખાતાનો સ્ટાફ પ્રથમ અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીઓ માટે ડોર ટુ ડોર એટલે ઘરે ઘરે જશે. તેનું ક્રોસ વેરીફીકેશન મેડીકલ ઓફિસર આર.બી.એસ.કે દ્વારા કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં હાલ બીજા ડોઝ માટે કુલ 1 લાખ 12 હજાર જેટલા લાભાર્થી બાકી રહેલા છે તથા જિલ્લામાં પ્રથમ ડોઝમાં બાકી રહેલા લાભાર્થીને પણ ડોર ટુ ડોર કોવીડ રસીકરણ આપવામાં આવશે. આમ સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ડોઝ/બીજો ડોઝનું 100 ટકા રસીકરણ કરવાની સમજણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...