મતદાર યાદી સુધારણા:નવા મતદારના 30 અને સુધારા વધારા સહિત 100 થી વધુ ફાેર્મ ભરવામાં આવ્યા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી મીની કસબાવાડમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યાેજાયાે

અમરેલીમા તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યાે છે. ત્યારે અાજે અભિયાન સેવા ટ્રસ્ટ અને સાૈરાષ્ટ્ર લાઇફ લાઇન દ્વારા અહીના મીની કસબાવાડ વિસ્તાર ખાતે મતદાર યાદી સુધારણા કેમ્પનુ અાયાેજન કરાયું હતુ. અમરેલીમા મીની કસબાવાડ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યાેજાયાે હતાે. સરકાર દ્વારા ચુંટણીકાર્ડ સુધારા વધારાનાે અને 18 વર્ષ પુરા થયા હાેય તે માટે છેલ્લા ત્રણ રવિવારથી અા કાર્યક્રમ બુથ પર કરવામા અાવ્યું છે.

પરંતુ બુથ પર ખુબ અાેછા અરજદારાે અાવતા હાેવાથી અા કેમ્પનુ અાયાેજન વિસ્તાર વાઇઝ કરવામા અાવ્યુ હતુ. અહી લાેકાેને મતદાર કાર્ડ અને તેના ઉપયાેગ વિશે પણ માહિતી અપાઇ હતી. અહી 18 વર્ષ પુરા કરેલા નવા મતદારના 30 ફાેર્મ ભરાયા હતા. અને સુધારા વધારા થઇને 100 ઉપરાંતના ફાેર્મ ભરાયા હતા.

કેમ્પને સફળ બનાવવા અભિયાન સેવા ટ્રસ્ટના પ્રમુખ રફિકભાઇ ચાૈહાણ, અજીમ લાખાણી, વસીમ ધાનાણી, ઇમરાનભાઇ, પિન્ટુભાઇ, જાવેદખાન પઠાણ, યુનુસભાઇ દેરડીવાલા , નંદુભાઇ પઠાણ, જાવેદ ચાૈહાણ, કાળુભાઇ સાેલંકી વિગેરેઅે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...