તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાલિકા, પંચાયતમાં ભાજપ કરતાં કોંગ્રેસમાં વધુ દાવેદારો

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લા પંચાયત, પાલિકા અને 11 તાલુકા પંચાયત મળી કોંગ્રેસમાંથી કુલ 3446 અને ભાજપમાંથી 1568 લાેકાેએ ટીકીટ માંગી
 • જિલ્લા પંચાયતની 34 સીટ માટે કાેંગીમાં 550 અને ભાજપમાં 213ની દાવેદારી : અમરેલી પાલિકામાં કોંગીમાં 352 અને ભાજપમાં 223 દાવેદાર

અમરેલી જિલ્લા પંચાયત ઉપરાંત 11 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચુંટણી માટે ત્રણ દિવસ બાદ ફોર્મ ભરાવાનુ શરૂ થશે. તે પહેલા મુખ્ય બંને પક્ષમા ચુંટણી લડવા માંગતા દાવેદારોનો જાણે રાફડો ફાટયો છે. પાલિકા અને પંચાયત માટે ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસમાથી બમણાથી વધુ દાવેદારો સામે આવ્યા છે. પાલિકામા અમરેલી નગરપાલિકા માટે સૌથી વધુ કાર્યકરાેએ ટીકીટ માંગી છે.

અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે મુખ્ય જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે થશે. કાેંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામા આવતા આ 34 બેઠક માટે 550 લોકોએ ટીકીટ માંગી છે. જયારે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા દરમિયાન 213 લાેકાેએ ટીકીટ માંગી છે. 11 તાલુકા પંચાયતની કુલ 192 સીટ છે. જે માટે ભારતીય જનતા પાર્ટીમાથી 665 દાવેદારો સામે આવ્યા છે. જયારે કોંગ્રેસમાથી 1897 દાવેદારો સામે આવ્યા છે.

સૌથી વધુ રસાકસી જિલ્લામા યોજાનારી પાંચ નગરપાલિકા માટે જોવા મળી રહી છે. અમરેલી નગરપાલિકાની 44 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીમા 223 દાવેદારાે છે. જયારે કોંગ્રેસમા 352 દાવેદારો છે. બંને પક્ષમા સૌથી વધુ દાવેદારાે અમરેલી પાલિકા માટે જ છે. આ ઉપરાંત સાવરકુંડલા નગરપાલિકા માટે કોંગ્રેસમાથી 288 દાવેદારાે જયારે ભારતીય જનતા પાર્ટીમાથી 196 લોકોએ ટીકીટ માંગી છે. બાબરા નગરપાલિકાની 24 બેઠક માટે ભાજપમાથી 86 અને કોંગ્રેસમાથી 140 લાેકાેએ ટીકીટ માંગી છે.

દામનગર પાલિકાની 24 સીટ માટે ભાજપમાથી 55 અને કોંગ્રેસમાથી 75 તથા બગસરા પાલિકાની 27 સીટ માટે ભાજપમાથી 130 અને કોંગીમાથી 140 લોકોએ ટીકીટ માંગી છે. એકંદરે પાલીકા માટે કોંગીમા 199 અને ભાજપ માટે 690 લોકોએ ટીકીટ માંગી છે.

આગામી બે દિવસમા ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થઇ જવાની ધારણા છે. આ પુર્વે ગઇકાલે અમરેલીના જિલ્લા કાેંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશમાથી માેકલાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિમા સેન્સ લેવામા આવી હતી. તે અગાઉ ભાજપ દ્વારા પણ સેન્સની પ્રક્રિયા પુર્ણ કરાઇ હતી. જિલ્લા પંચાયત, પાલિકા અને 11 તાલુકા પંચાયત મળી કોંગ્રેસમાથી કુલ 3446 અને ભાજપમાથી 1568 લોકોએ ટીકીટ માંગી છે.

ભાજપના નામાે 10મી પછી અને કાેંગીના ત્રણ દિવસમાં જાહેર થશે
અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતુ કે ઉમેદવારોની અંતિમ યાદી 10મીએ પાર્લામેન્ટરી બાેર્ડની બેઠક બાદ જાહેર થશે. જયારે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી જનક પંડયાએ જણાવ્યું હતુ કે દાવેદારો અંગેનાે અહેવાલ પ્રદેશમા અપાયાે છે. બે કે ત્રણ દિવસમા આ અંગે નિર્ણય લેવાશે.

જિલ્લા અને તાલુકા પંચાયતમાં શું છે સ્થિતી ?
ભાજપના દાવેદારકાેંગીના દાવેદાર
જિલ્લા પંચાયત213550
11 તાલુકા પંચાયત6651897
કઇ પાલિકામાં કેટલા દાવેદારાે ?
પાલિકાભાજપકાેંગી
અમરેલી223352
સાવરકુંડલા196288
બાબરા86144
બગસરા130140
દામનગર5575
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો