પરિવારોનો સહાયથી આંશિક:લઠ્ઠાકાંડના દરેક મૃતકના પરિવારને મોરારીબાપુની પાંચ હજારની સહાય

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રકુટ ધામના પ્રતિનિધિઓ રૂબરૂ જઇ રકમ આપશે
  • મૃતકના પરિવારોનો સહાયથી આંશિક રાહત મળશે

તાજેતરમા લઠ્ઠાકાંડમા 57 લોકોએ પોતાના પ્રાણ ગુમાવવા પડયા હતા. ત્યારે પુ.મોરારીબાપુએ લઠ્ઠાકાંડમા મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂપિયા 5-5 હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટનામા મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો માટે બેવડો આઘાત સહન કરવાની સ્થિતિ સર્જાઇ છે. કારણ કે એક તરફ આ ઘટનામા પરિવારની મહત્વની વ્યકિત મૃત્યુ પામી છે તો બીજી તરફ લોકોએ ઘરની કમાનાર વ્યકિત પણ ગુમાવી છે.

સમાજમા આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે. પરંતુ પરિવારની કોઇ વ્યકિત ભુલ કરે તો પરિવારજનોનો વાંક શું ?. આથી લઠ્ઠાકાંડમા માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મોરારીબાપુએ સંવેદના વ્યકત કરી છે અને દરેક મૃતકના પરીજનને રૂપિયા પાંચ હજારની સહાય પહોંચાડવા નિર્ણય કર્યો છે. અઢી લાખથી વધુ રકમની આ સહાય ચિત્રકુટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધીઓ રૂબરૂ જઇ પરિજનોને પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...