તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:તુલશીશ્યામ તીર્થમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાન બાદ આજે મોરારિબાપુએ મુલાકાત કરી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચંદીગઢ અગ્નિ અખાડાના સચિવ સંપૂર્ણાનંદજી બાપુએ પણ મુલાકાત કરી

તાઉ-તે વાવાઝોડામા સમગ્ર સૌરાષ્ટ્રમા તારાજી સર્જાય છે ત્યારે ધાર્મિક મંદિર અને સંસ્થાઓ પણ બાકી રહી નથી. ત્યારે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામ તીર્થધામમાં અને ગૌશાળા સહિત જગ્યામાં કેટલુક નુકસાન ગયુ હોવાની જાણ કથાકાર મોરારિબાપુને થતા ચિત્રકૂટ કથા પૂર્ણ કરી પ્રથમ સીધા તુલસીશ્યામ મંદિર મોરારિબાપુ પોહચ્યા હતા.સાથે ચંદીગઢ અગ્નિ અખાડાના સચીવ સંપૂર્ણાંનંદજી બાપુ,ભારતીય સંત સમિતિના સદસ્ય ભયલુબાપુ વરૂ સહિત કેટલાક સામાજિક અગ્રણી ઓ પણ પહોંચ્યા હતા.

મંદિર પરિસર આસપાસ મુલાકાત કરી વ્યાપક પ્રમાણમાં થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતીય સાથે સાથે અહીં 1 કલાક સુધી સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓએ બેઠક કરી વિવિધ પ્રકારાની ચર્ચા વિચારણા કરી હતી. પાળીયાદ જગ્યાના પ્રતિનિધિ અને ભારતીય સંત સમિતિના સદસ્ય ભયલુબાપુ વરૂ,ચંદીગઢ અગ્નિ અખાડાના સચીવ સંપૂર્ણાંનંદજી બાપુ, ટ્રસ્ટી બી.બી.વરૂ,સહિત કેટલાક અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...