દીકરીની સમાધીના દર્શને:જંત્રાખડીની ઘટનામાં દિકરી માટે ન્યાય માંગતા મોરારીબાપુ

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદ્રીનાથની કથા પુર્ણ કરી દીકરીની સમાધીના દર્શને જશે

કોડીનારના જંત્રાખડીમા આઠ વર્ષની બાળા પર દુષ્કર્મ અને હત્યાની ઘટના જાણી પુજય મોરારીબાપુ પણ દુખી થયા છે. તેમણે આ ઘટનાને વખોડી કાઢી મૃત દીકરીને ન્યાય માટે અપીલ કરી છે. પુજય મોરારીબાપુએ બદ્રીનાથની માનસ વ્યાસગુફા કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતુ કે હું સતત પ્રવાસમા છું.

અહી બદ્રીનાથની કથા દરમિયાન જાણ થઇ કે દશનામ સાધુ સમાજની દીકરી સાથે આવી ઘટના બની છે. આવી ઘટનાને કોઇ અસુરોએ અંજામ આપ્યો છે તે જાણીને દુખી થયો છું. દશનામ ગૌસ્વામી સાધુ સમાજના અગ્રણીઓ સાથે મે મારી પીડા વ્યકત કરી છે.

આવા બનાવોમા આરોપીને સખત સજા થાય અને દીકરીને જે તે સંબંધિત સંસ્થાઓ દ્વારા ન્યાય મળવો જોઇએ. મોરારીબાપુએ એમ પણ ઉમેર્યુ હતુ કે જો મોસમ વિગેરેની અનુકુળતા રહેશે તો 26મીએ કથાના સમાપન બાદ સીધો જ આ જંત્રાખડી ગામમા દીકરીની સમાધીના દર્શને જઇશ. અહી બાપુએ ત્રિપાંખ સાધુ સમાજને સત્યમ શિવમ સુંદરમ કહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...