તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Monsoon Sowing Has Been Completed In 5.06 Lakh Hectares In The District, Sowing Will Be Completed In The Remaining Areas In The Coming Days

વાવણી:જિલ્લામાં 5.06 લાખ હેક્ટરમાં ચોમાસુ વાવેતર પૂર્ણ, આગામી દિવસોમાં બાકીના વિસ્તારોમાં વાવણી પૂર્ણ થશે

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષની સરખામણીમાં કપાસનું વાવેતર ઘટ્યું - Divya Bhaskar
ગત વર્ષની સરખામણીમાં કપાસનું વાવેતર ઘટ્યું
  • સૌથી વધારે કપાસનું 2,81,618 અને મગફળીનું 1,83,140 હેક્ટરમાં વાવેતર નોંધાયું
  • જિલ્લામાં ગત વર્ષે કપાસનું 3,31,335 હેકટરમાં વાવેતર નોંધાયું હતું.
  • ઓણસાલ 49,717 હેકટરમાં કપાસના વાવેતરમાં ઘટાડો થયો હતો. અને અત્યાર સુધીમાં 2,81,618 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે.

અમરેલી જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં 5,06,796 હેકટરમાં ચોમાસુ વાવેતર થયું છે. જિલ્લાભરમાં સૌથી વધારે કપાસનું 2,81,618 અને મગફળીનું 1,83,140 હેકટરમાં વાવેતર નોંધાયું છે. લાંબા સમય બાદ ગઈકાલે 4 તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોને પાક સારો થવાની આશા બંધાણી છે. તેમજ 7 તાલુકામાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ મેઘરાજાની પધરામણી ન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અમરેલી જિલ્લામાં ગત વર્ષે 5,56,193 હેકટરમાં ચોમાસુ વાવેતર નોંધાયું હતું. જિલ્લામાં ઓણસાલ વાવાઝોડા દરમિયાન પડેલા વરસાદ અને વરસાદના પ્રથમ રાઉન્ડમાં 5,06,796 હેક્ટર વાવેતર નોંધાયું છે.

પણ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ઓણસાલ 49,397 હેક્ટર વાવેતર હજુ ઓછું જોવા મળે છે. મેઘરાજાએ પ્રથમ રાઉન્ડ બાદ અમરેલી જિલ્લામાં લાંબો વિરામ લીધો હતો. પરંતુ ગઈકાલે અમરેલીમાં 54, ખાંભા 20, લીલીયા 27 અને સાવરકુંડલા 25 એમએમ વરસાદ પડ્યો હતો. જેના કારણે ચારેય તાલુકાના ખેડૂતોને પાક સારો થવાની આશા બંધાણી છે. પરંતુ જાફરાબાદ, રાજુલા, બગસરા, ધારી, બાબરા , વડીયામાં હજુ સુધી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અમરેલી જિલ્લામાં કપાસનું 2,81,618, મગફળીનું 1,83,140, બાજરીનું 1,387, મકાઈનું 119, તુવેરનું 2,691, મગનું 2,343, અડદનું 1,061, તલનું 5,060, સોયાબીનનું 9,800, શાકભાજીનું 3,802, ઘાસચારાનું 15,025 અને ડુંગળીનું 228 હેકટરમાં વાવેતર નોંધાયું છે. જિલ્લામાં હવે સમયસર મેઘમહેર થશે. તો આગામી દિવસોમાં બાકીના વિસ્તારમાં પણ વાવણી પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...