ત્રિવેણી મહોત્સવ:અમરેલી શહેરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં સાધુ-સંતો અને રાજનેતાઓએ હાજરી આપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડતાલ લક્ષ્મીનારાયણ દેવદેશની ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનો 73મો પ્રાગટ્યોત્સવની ઉજવણી કરાઈ
  • ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

અમરેલી શહેરમા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પવિત્ર જલજીલણી એકાદશીનો દિવસ હોય ત્યારે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા ભવ્ય ત્રિવેણી મહોત્સવમાં ગાદીના આચાર્ય મહારાજ વડતાલથી અજેન્દ્રપ્રસાદજ મહારાજ,ગુજરાતના ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહી ને વડતાલ ના ગાદીનાં આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ લઇને શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ.

કિર્તનભક્તિ,સંતો-મહાનુભાવો, ધર્મકૂળના આર્શીવાદ,ફરાળ,શેત્રુંજી ગંગામાં ઠાકોરજીનો જળ વિહાર જેવા વિવિઘ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને અમરેલીમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્ર,લીલીયા રોડ ખાતે જલજીલણી એકાદશી મહોત્સવ ઉજવામાં આવ્યો હતો.વડતાલ લક્ષ્મીનારયણ દેવદેશની ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનો 73મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે આ ધાર્મિક મહોત્સવમાં ધામો ધામથી સંતો – મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ધાર્મિક કાર્યક્રમમાં આગેવાનો મહાનુભાવોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ નારણ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા તેમજ આર.સી. મકવાણા, જે.વી. કાકડીયા, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ અને હરીભક્તો ધર્મકુળ ના આચાર્ય મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા...

અન્ય સમાચારો પણ છે...