તંત્ર દ્વારા તૈયારીનો પ્રારંભ:લોકાર્પણ કે ખાતમુહૂર્ત માટે નહી સીધા પ્રચાર માટે આવશે મોદી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાછલા દિવસોમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રધાન - મંત્રીની સભા થઇ, માત્ર અમરેલી જિલ્લો બાકી હતો

વિધાનસભાની ચુંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ એક રીતે લાંબા સમયથી પ્રચાર અભિયાન શરૂ કર્યુ છે. પાછલા કેટલાક સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમા લોકાર્પણ અને ખાતમુર્હુત જેવા કાર્યક્રમો યોજી હાજરી આપી હતી. જો કે અમરેલી જિલ્લામા તેઓ આવ્યા ન હતા. પરંતુ હવે ચુંટણી પ્રચારમા તેમણે અમરેલીને આવરી લીધુ છે.

પ્રધાનમંત્રી 20મી તારીખે અમરેલી આવવાના છે. ચુંટણી જાહેર થયા પહેલા પ્રધાનમંત્રી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને જુદાજુદા જિલ્લાઓમા વિવિધ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુર્હુત જેવા કાર્યક્રમો યોજયા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમા રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત તમામ વિસ્તારને તેમણે આવરી લીધો હતો.

પરંતુ અમરેલી જિલ્લો તેમાથી બાકાત હતો. અમરેલી જિલ્લાની ટ્રેન સેવાનુ પણ તેમણે ઇ-લોકાર્પણ કર્યુ હતુ. જો કે હવે તેઓ ચુંટણી પ્રચાર દરમિયાન 20મીએ બાકી બચેલા અમરેલી જિલ્લાની મુલાકાત લઇ લેેશે. આમ, તંત્ર દ્વારા તૈયારીનો પ્રારંભ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...