કાર્યવાહી:અમરેલી જિલ્લા જેલમાં ત્રણ કેદી પાસેથી મોબાઇલ મળ્યો

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલરે ચેકીંગ કરતા જ કેદીએ મોબાઇલ ટોઇલેટમા ફેંકી દીધો

અમરેલી જિલ્લા જેલમા કેદીઓ પાસે કોઇને કોઇ રીતે પ્રતિબંધિત વસ્તુઓ પહોંચી જ જાય છે. આજે જેલરે અચાનક યાર્ડમા ચેકીંગ કરતા 3 નંબરની બેરેકના ત્રણ કેદીઓ પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર અર્જુનસિંહ એન.પરમારે આ બારામા અમરેલી જિલ્લા જેલના સેપરેટ યાર્ડમા ખોલી નંબર 3મા રખાયેલા કેદી મહેશ શંભુભાઇ ઉનાવા, નિશાંત નિહાલ ભુરાણી અને નિહાલ ગુલામઅબ્બાસ ભુરાણી સામે સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેમણે આજે સ્ટાફને સાથે રાખી જેલમા કેદીઓની જડતી કરી હતી. તે સમયે નિશાંત ભુરાણીએ ટોઇલેટ તરફ દોડી એક મોબાઇલ ટોઇલેટમા ફેંકી દીધો હતો.

આ દરમિયાન નિશાંત તથા મહેશ ઉનાવા અને નિહાલ ભુરાણીની તલાશી લેવાતા તેમની પાસેથી એક એસેમ્બલ ચાર્જર પણ મળી આવ્યું હતુ. ત્રણમાથી એકેય કેદીએ આ મોબાઇલ કોનેા છે તેની કબુલાત આપી ન હતી. પરિણામે ત્રણેય સામે આ અંગે ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...