તપાસ:જિલ્લા જેલમાંથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ મળ્યું

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ જેલરે 4 કેદી સામે સીટી પાેલીસમાં ફરિયાદ નાેંધાવી

અમરેલી જિલ્લા જેલમાથી સેપરેટ યાર્ડ ખાેલી નંબર 3માથી માેબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ મળી અાવતા ઇન્ચાર્જ જેલરે ચાર કેદી સામે અમરેલી સીટી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

જેલમાથી માેબાઇલ ચાર્જર અને સીમકાર્ડ મળી અાવ્યાની અા ઘટના અમરેલીમા બની હતી. અહીની જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર અર્જુનસિંહ અેન.પરમારે અમરેલી સીટી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે જેલમા સેપરેટ યાર્ડના ખાેલી નંબર-3મા અશાેક જયતાભાઇ બાેરીચા, પ્રતાપ ભીમભાઇ પટગીર, ઘનશ્યામ વિરજીભાઇ સાેલંકી અને મહેશ ઉર્ફે મયલાે રમેશભાઇ સાકરીયા નામના કેદીઅે ગેરકાયદે જેલમા માેબાઇલ, ચાર્જ અને સીમકાર્ડ ઘુસાડી ગુનાહિત કૃત્ય અાચર્યુ હતુ.

પાેલીસે કલમ 188 તેમજ ધી પ્રિઝન અેકટ કલમ 42 મુજબ ગુનેા નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઅાઇ જે.જે.ચાૈધરી ચલાવી રહ્યાં છે. અામ પણ અમરેલી જિલ્લા જેલમાથી ભુતકાળમા જેલ જડતી દરમિયાન અનેક વખત માેબાઇલ, તમાકુ, બીડી, સીગારેટ જેવી વસ્તુઅાે મળી અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...