તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગ્ર લડતની તૈયારી:રાજુલામાં રેલવેની જમીન મામલે ધારાસભ્યના ઉપવાસ યથાવત, લડત તેજ બનાવવા ત્રણ કાર્યક્રમની રણનીતિ ઘડાઈ

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા ચેમ્બર ઓફ કોમર્સે રેલવેની જમીન મામલે સાંસદને પત્ર લખ્યો

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રેલવેની જમીન પાલિકાનો સોંપવાની માગ સાથે ધારાસભ્ય અંબરીશ ડેરે લડતના મંડાણ કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી લડત બાદ આજે ઉપવાસ છાવણીમાં લડતને વધુ તેજ બનાવવા માટે રણનીતિ ઘડવામા આવી હતી.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રેલવે સામે મોરચો માંડ્યો છે. અહી નગરપાલિકાને રેલવેની જમીન આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને પાલિકા પ્રમુખ સહિત કેટલાક સદસ્યોએ જીદ પડકી લીધી છે. રેલવેની જમીનના કારણે ટ્રાફિક જામ સહિતના કેટલાં પ્રશ્નો અંગે લોકો પરેશાન છે તો તે જગ્યા પર ગાર્ડન જેવા વિકાસના કામો પાલિકા કરવાની છે આ પ્રકારના દાવા સાથે મોરચો માંડ્યો છે.

જમીન મુદ્દે કોઈ નિરાકરણ ના આવતા ઉગ્ર આંદોલનની તૈયારી
રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપવાસ છાવણીમાં આંદોલન માટે 3 પ્રકારના ઉગ્ર આંદોલન બાબતે રણનીતિ ઘડાઈ રહી છે. એક તો રેલ રોકો આંદોલન કરવુ,રેલવે ની જમીન પર લગાવાયેલ બેરીકેટ હટાવવી દેવા, અર્ધનગ્ન હાલતમાં કાર્યકરોએ ઉપવાસ કરવા, ભાવનગર રેલવે ની ઓફિસે મોટી સંખ્યામાં અહીં થી લોકો ને લઈ જવા માટે ની તૈયારી આજ થી શરૂ કરી દેવામા આવી છે.

રાજુલા ચેમ્બર ઓફ કોમર્સે સાંસદને પત્ર લખ્યો
રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરા દ્વારા રેલવેની જમીન મુદ્દે સાંસદ નારણ કાછડીયાને પત્ર લખી રજૂઆતો કરી છે. રેલવેની જમીનમાં નગરપાલિકા દ્વારા બાળકો માટે ગાર્ડન જેવા વિકાસ બાબતે ધારાસભ્ય ડેર ઉપવાસ કરી રહ્યા છે તેમા ઘટતું કરવા માટે યોગ્ય કરવા પત્ર લખાયો છે.

અન્ય સમાચારો પણ છે...