તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રાજુલા વિધાનસભા વિસ્તારના 9 PHC સેન્ટરોમાં કોવિડ સેન્ટર શરૂ કરવા ધારાસભ્ય દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા કોરોના કાળની કપરી સ્થિતિ વચ્ચે હવે રાજનેતાઓ પ્રજાની વ્હારે આવી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ 98 વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકને પત્ર પાઠવી રજૂઆતો કરી છે. પત્રમાં કરાયેલી રજૂઆતોમાં રાજુલા વિસ્તારના 9 જેટલા પી.એચ.સી સેન્ટરોમાં કોવિડ કેર શરૂ કરવા માટેની માંગણી કરી છે.

કોવિડ સેન્ટર શરૂ કરાય તો બધો ખર્ચ કરવા માટે તૈયારી બતાવી

તેમજ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરી છે. જેમાં વિધાનસભા વિસ્તારમાં કોવિડ સેન્ટર શરૂ કરાય તો બધો ખર્ચ કરવા માટે તૈયારી બતાવી છે. રાજુલા તાલુકાના ડુંગર, ભેરાઈ, ખેરા, વાવેરા, વિક્ટર, બાબરકોટ, નાગેશ્રી, ટીબી, ડેડાણ આ બધા PHC સેન્ટરો પર કોવિડ સેન્ટર શરૂ કરવા માંગ કરી છે.

કોરોના સમયે કોરોના વોરિયર તરીકે કામ કરતા લોકોને વેક્સિન આપવા રજુઆત

ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા મુખ્યમંત્રી મંત્રી અને આરોગ્ય સચીવને પણ બીજો પત્ર લખ્યો છે. જેમા. રજૂઆતો કરી છે કે ગુજરાતના તમામ રાજકીય પાર્ટીના સેવા આપતા કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો, સામાજિક અગ્રણી આગેવાન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવે. જેમાં તે લોકો જરૂરિયાત મંદ લોકોને જુદી જુદી સેવા જેવી કે ઓક્સિજન સિલિન્ડર, તેના રેગ્યુલેટર ફ્લોમીટર, ટીફીન સેવા વેગેરે પ્રકારની ઉપયોગી સેવા હોસ્પિટલમાં સતત જઇ રહ્યાં છે. અને 18 વર્ષની ઉપરની વય ધરાવતા હોય પોતાના જીવના જોખમે સેવાકીય કાર્ય કરતા હોય તેવા લોકોને સામેથી બોલાવી વેક્સિન આપવા માટે ભલામણ પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો