તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • MLA Says MP Naranbhai Rajula Writes A Letter To Railways To Prevent Town Development Project, MP Said Ambareeshbhai Brings My Name To Be Highlighted

રાજુલા રેલવેની જમીનનો વિવાદ:ધારાસભ્યે કહ્યું-સાંસદ નારણભાઈ રાજુલા નગર વિકાસ પ્રોજેક્ટ ન થાય તે માટે રેલવેને પત્ર લખે છે, સાંસદે કહ્યું- અંબરીશભાઇ હાઇલાઇટ થવા મારુ નામ વચ્ચે લાવે છે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો હું ખોટો હોવ તો હું રાજીનામું આપવા તૈયાર, નહીંતો રાજુલાનો વિકાસ રોકનાર નારણભાઈ રાજીનામું આપેઃ અંબરીશ ડેર

રાજુલામાં બે દિવસથી રાજકીય માહોલ ગરમાયો છે. રેલવેની જમીન રાજુલા નગરપાલિકાને આપવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર અને સાંસદ નારણ કાછડિયા આમને-સામને આવી ગયા છે. ગઇકાલ રેલવેનું કામ અટકાવ્યા બાદ આજે ફરી કામમાં અવરોધ ઉભો કરવા જતા ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને ડેરએ સાંસદના ઇશારે અટકાયત થઇ તેમ કહ્યું હતું. દિવ્યભાસ્કરે આ અંગે સાંસદ નારણ કાછડિયા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, હું રેલવે કમીટીનો સભ્ય છુ આવી કોઇ વાત નથી તેની સામે અંબરીશ ડેર ચેલેન્જ આપતા કહી રહ્યા છે કે રલેવ સાથે કરાર થવા છે, છતાં સાંસદ કાછડિયાએ પત્ર લખી રેલવેને આ જમીન ન ફાળવવા પત્ર લખ્યા છે અને આ વાત ખોટી હોય તો હું રાજીનામુ આપવા તૈયાર છુ. અને તેઓ એવું સાબિત કરી બતાવે કે તેમણે આ કામગીરી ન કરવા રેલવેને પત્ર નથી લખ્યો અને જો તેમ હોય તો તેમણે સાંસદ પદેથી રાજીનામુ આપે.

તેમને ગમે તે રીતે હાઇલાઇટ થવું છેઃ નારણ કાછડિયા
અમરેલીના સાંસદ નારણ કાછડિયા આખાય વિવાદ અંગે જણાવ્યું હતું કે, અંબરીશ ડેર આ બધુંય હાઇલાઇટ થવા કરે છે. મારે તો આ વિવાદમાં કંઇ કહેવાનું નથી થતુ, તેમને ગમે તે રીતે હાઇલાઇટ થવું છે. હુ તો રેલવે કમીટીમાં છું છતાં મને આવી કોઇ વાત ખબર નથી,જાતે જ મુદાઓ ઉભા કરી મારું નામ લઇને ખોટી વાતો કરે છે.

મારી પાસે તેના ડોક્યુમેન્ટ છે. તેમાં હાઇલાઇટ થવાનો પ્રશ્ન જ નથીઃ અંબરીશ ડેર
સાંસદની વાતનો જવાબ આપતા અંબરીશ ડેરે જણાવ્યું હતુ કે, ઘારાસભ્ય તરીકે મને આખુય ગુજરાત ઓળખે જ છે, આ પ્રશ્ન રાજુલા શહેરનો છે, તમેને ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક મળે તે માટે ત્રણ વર્ષથી મે મહેનત કરી છે અને રેલવે ડિપાર્ટમેન્ટ-વેસ્ટર્ન રેલવેએ મંજુરી આપી છે, કરાર પણ કર્યા છે. મારી પાસે તેના ડોક્યુમેન્ટ છે. તેમાં હાઇલાઇટ થવાનો પ્રશ્ન જ નથી. અમે રેલવેની 25 વર્ષથી પડતર જમીનને હંગામી ધોરણે રાજુલા શહેરના બ્યુટીફીકેશન માટે આપવા રજુઆત કરી હતી. તેમાં ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાને જેવી રીતે જમીન ફાળવી તે રીતે જમીન આપવા રજુઆત કરી હતી.

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર

મે આનો વિરોધ કરતો કોઇ પત્ર લખ્યો નથીઃ નારણ કાછડિયા
સાંસદ નારણએ જણાવ્યુ હતુ કે, હું વાવાઝોડા બાદની કામગીરીમાં છુ. તે ખોટી વાતો કરે છે. નારણભાઇ રાજુલા આવ્યા નથી તેમણે કોઈને ફોન કર્યા નથી કોઇ લેટર લખ્યો નથી કે અધિકારીને કંઇ કહ્યુ નથી. જમીન રેલવેની છે. રેલવેનો કબ્જો છે, તો એંમાં અમે કયાંથી આવ્યા સાંસદ શુ કરે.

રાજુલા નગરપાલિકાને જમીન ન આપવા નારણભાઈએ પત્ર લખ્યોઃ ડેર
અંબરીશ ડેરે જણાવ્યું હતુ કે, નારણભાઇ, સાંસદે વેસ્ટર્ન રેલવેને પત્ર લખીને એવું જણાવ્યુ કે, મહુવાની આ પ્રકારની જમીન ફાળવવાની પ્રપોઝલ પાસ કરવી પરંતુ રાજુલાના ન ફાળવશો. તેમણે લખેલા પત્ર ડીઆરએમ ભાવનગરની પાસેથી પણ જાણી શકાશે, અને આ બાબતામાં હુ ખોટો હોઉ તો રાજીનામુ આપી દઇશ અને જો તેમ હોય તો , તેઓ ખોટા હોય તો તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપવું જોઇએ.

નારણ કાછડિયા, સાંસદ અમરેલી
નારણ કાછડિયા, સાંસદ અમરેલી

મારુ નહીં અંબરીશ ડેરનું હિત ક્યાંક ઘવાતું હોય તેમ લાગે છેઃ કાછડિયા
નારણ કાછડિયાએ જણાવ્યુ હતું કે, હું તો આવા ખાલી ખાલી વિરોધ કરવાવાળાને વતાવતો પણ નથી અને મારુ કોઇ હિત ઘવાતુ નથી, મારુ કોઇ હિત ધવાતું હોય તો હું વિરોધ કરુ, તેમનું અંબરીશ ડેરનું કોઇ કયાંક હિત ધવાતુ લાગે છે. નગરપાલિકા કોંગ્રેસની છે્ તેમણે કોઈને વચનો આપ્યા લાગે છે.

પ્રજાનું કામ મારુ હિતઃ અંબરીશ ડેર
તેના જવાબમાં અંબરીશ ડેરે જણાવ્યુ હતુ કે, હિત ઘવાય છેની વાત કરે છે, તો વાત એમ છે કે મારા મતદારોને વચન આપ્યુ છે. જીતશે તો ગાર્ડન બનશે, સાયકલ ટ્રેક બનાવશુ, સિનીયર સીટીઝન પાર્ક બનશે તે કરવું મારી ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...