શેત્રુંજી નદીમાં ખનીજ ચોરી:સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખી ચોરી અટકાવવા માગ કરી

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા શેત્રુંજીમાં ખનીજ ચોરી મામલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને પત્ર લખ્યો તે પ્રમાણે જિલ્લાની શેત્રુંજી નદી માંથી ખનીજ માફિયાઓ દ્વારા અધિકૃત રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે. જેમા 2 દિવસ પહેલા ભૌતિક નરેશભાઈ વાણિયા દ્વારા ખોટા પાસ બનાવી સરકાર સાથે છેતરપીંડી કરીને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. આ બનાવમાં 2 દિવસ પહેલા અમરેલી પોલીસમાં ગુન્હો નોંધી આ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ વ્યક્તિ અધિકારીઓ સાથેની સાંઠગાંઠ હોય પોલીસ દ્વારા તપાસ કરતા ડુપ્લીકેટ પાસ બનાવી ગેરમાર્ગે દોરતો હતો.

સરકાર દ્વારા ઇકોઝઓન વિસ્તાર જાહેર કરેલો છે. તેવા ઇકોઝોન વિસ્તારમાંથી આ વ્યક્તિ તેમજ અન્ય વ્યક્તિ તેમજ અન્ય દ્વારા બેફામ રેતી ચોરી કરી ભુમાફિયા તરફથી ખોટા રોયલ્ટી પાસ તેમજ અનધિકૃત રીતે કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી છે. આ બાબતે ગત વિધાનસભામાં અનેક વખત રજૂઆતો તેમજ પત્ર વ્યહાર કર્યો હતો પરંતુ અમરેલી જિલ્લામાં અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચી આવું અનધિકૃત કૃત્ય થઈ રહેલ છે. જેથી આવા ભુમાફિયા ઓ દ્વારા સરકારને નુકસાન પોહચાડવાનું કૃત્ય કરે છે જે બાબત આમ જનતાને આ વિસ્તાર માંથી રેતી ચોરી માટે મંજૂરી આપવામાં આવે અને આવા અનધિકૃત રીતે થઈ રહેલ ખનીજ ચોરી અટકાવવા SITની રચના કરી આ ઇસમ સામે વધુ તપાસ કરવામાં આવે તો કરોડોની ખાણ ખનીજ ખનન ચોરીનો ભેદ ખુલે તેમ સરકારની સામે છેતરપીંડી કરવા બદલ તેમની સામે કરોડો બેનામી મિલકત જપ્ત કરી સરકારના હીતને નુકસાન કરવા બદલ કાર્યવહી કરવા મારી માંગ છે.

બે દિવસ પહેલા અમરેલી પોલીસે ગુનો નોંધ્યો હતો
2 દિવસ પહેલા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ પાસ બનાવનાર ભૌતિક વાણિયા નામના શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને લઈ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આજે પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. રેતીચોરીની ઘટનાઓ સામે પૂર્વ ધારાસભ્ય આવનારા દિવસોમાં વધુ મોરચો માંડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...