સુવિધામાં વધારો:બાબરા તાલુકાના 7 ગામને જોડતા માર્ગ મંજૂર થયા બાદ આજે ધારાસભ્યે ખાતમુહૂર્ત કર્યું, ગ્રામજનોમાં હર્ષની લાગણી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં અલગ અલગ ગામડાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
  • કુલ રૂ. 2 કરોડ 32 લાખના ખર્ચે માર્ગો મંજુર કરી તમામ માર્ગોની કામગીરી શરૂ કરાવી

અમરેલી જિલ્લામાં આવેલી બાબરા લાઠી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા તેમના ગ્રામ્ય વિસ્તારના માર્ગો મંજૂર થયા બાદ આજે ખાતમુહૂર્ત કરી કામો શરૂ કરાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વના તમામ નોન પ્લાન સિવાયના માર્ગો પૂર્ણ થયા છે. જ્યારે બાબરા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોનકોટડા, ઈસાપર, ત્રમ્બોડા, નડાળા, રાણપરના માર્ગો રૂ. 2 કરોડ 32 લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવી કામગીરી શરૂ કરાવતાં સ્થાનિક રાહદારીઓમાં તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

ધારાસભ્ય વિરજી ઠુમ્મરે બાબરા તાલુકાના લોનકોટડાથી ઈસાપર આંબલીધાર 8 કિલોમીટર લંબાઈ 3.75 કિલોમીટરનો રૂ. 1 કરોડ 27 લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજૂર કરી તેની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ ત્રમ્બોડા, નડાળા, રાણપરનો 7.5 કિલોમીટરનો 3.75ની પહોળાઇ સાથેનો માર્ગ 1 કરોડ 5લાખના ખર્ચે મંજુર કરી કામગીરી શરૂ કરાવી છે. આમ કુલ 2 કરોડ 32 લાખના ખર્ચે માર્ગો મંજુર કરી તમામ માર્ગોની કામગીરી શરૂ કરાવતા સ્થાનિક ગામના લોકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નોન પ્લાન સિવાયના રોડ રસ્તા પૂર્ણ કરેલા છે અને તેના માટે ધારાસભ્ય તરીકે ગૌરવ અને સંતોષની લાગણી અનુભવું છું. ગ્રામ્ય વિસ્તારના તમામ માર્ગો મજબૂતાઈ સાથે અને ઉત્તમ ગુણવત્તાયુક્ત બનાવી ગામડાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. તાલુકાના લોકો વર્ષોથી નબળા અને બિસ્માર માર્ગોમાં હાલાકી ભોગવી રહ્યા હતા, પણ હવે તમામ માર્ગો પેવર માર્ગ બનતા લોકોની મુશ્કેલી કાયમી રીતે દૂર થશે તેમ અંતમાં ધારાસભ્યે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...