તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસનો સાતમો દિવસ:રાજુલામાં રેલવેની જમીન મામલે ધારાસભ્ય અંબરીશ ડેરના ઉપવાસ યથાવત, પ્રતાપ દૂધાત ઉપવાસ છાવણીમાં પહોંચ્યા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે વિભાગ આવતીકાલે નિર્ણય લઈ શકે છે

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમા રેલવેની જમીન નગરપાલિકાને સોંપવા માટેનો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર 6 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે, આજે સાતમો દિવસ ઉપવાસ છાવણી ઉપર છે. 3 દિવસથી તો બર્બટાણા રેલવે જંકશન પર ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા છાવણીની મુલાકાત લઈ સમર્થન આપ્યું હતું.

આજે શહેર કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને આસપાસના ગ્રામજનો પણ ઉપવાસ છાવણી પર પહોંચ્યા હતા.રેલવે સ્ટેશન પાસે ચાલી રહેલા ઉપવાસના પગલે હાલ છાવણી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. સાથે રાજુલા પોલીસ પણ ઉપવાસ છાવણી ઉપર ગતિવિધિ પર નજર રાખી રહી છે. પરંતુ હજુ રેલવેની જમીનને લઈ કોઈ ખાસ નિર્ણય આવ્યો નથી. આજે રેલવેના કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને મુલાકાત કરી ચર્ચા વિચારણા કરાઈ હતી પરંતુ કોઈ સુખદ અંત આવ્યો નથી.

રેલવેની જમીનનો સર્વે કરી માપણી કરવામા આવીગઈ કાલે પણ રેલવે વિભાગ દ્વારા અહીં તેમની જગ્યા પર મુલાકાત લીધી હતી આજે ફરી રાજુલા રેલવેની જમીન માં તેમના સર્વેયરો દ્વારા સર્વે કરી માપણી કરી લેવાય છે અને ભાવનગર ડી.આર.એમ ઓફિસમાં માપણી કરી જગ્યા બાબતે કર્મચારી માહિતી સોંપશે. આવતીકાલે રેલવે વિભાગ દ્વારા જમીન મામલે અંતિમ નિર્ણય લેવામા આવે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...