ટ્રકચાલકોની હડતાળનો મામલો:રાજુલા-જાફરાબાદના ટ્રક એસોસિએસનના હોદેદારો સાથે ધારાસભ્ય અંબરીશ ડેરે મુલાકાત કરી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાડા વધારાની માગ સાથે ટ્રકચાલકો હડતાળ પર ઉતર્યા છે ધારાસભ્યએ કંપની સાથે વાત કરવાની ખાતરી આપી

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા ભાડામાં વધારાની માગ સાથે ટ્રકોના પૈડાં થંભાવી દીધા છે. ત્યારે આજે ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ટ્રકચાલકો સાથે મુલાકાત કરી તેઓની તકલીફો જાણી હતી અને અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે વાતચીત કરવાની હૈયાધારણા આપી હતી.

ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે ટ્રકચાલકોએ સ્થાનિક કંપનીઓમાં ચાલતી ટ્રકના ભાડામાં વધારો કરવાની માગ કરી છે. જો કે, કંપની દ્વારા ભાડા વધારા અંગે કોઈ નિર્ણય ના લેતા રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા ટ્રકોના પૈડા થંભાવી દઈ હડતાળ શરૂ કરી છે.

હડતાળ પર બેસેલા ટ્રકચાલકો સાથે આજે ધારાસભ્યએ મુલાકાત કરી હતી. આ સમયે ટ્રકચાલકોએ પોતાની રજૂઆત જણાવી હતી. ધારાસભ્યએ ટ્રકચાલકોની વાત કંપની સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી. આ પ્રશ્નનો વહેલીતકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.