MLAના ઉપવાસ:રાજુલા શહેરની રેલવે જમીનના વિવાદ મામલે MLA અંબરીશ ડેર આવતીકાલે રેલવે સ્ટેશનમાં ઉપવાસ ઉપર બેસશે

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપવાસ છાવણી સામે સતત પોલીસનો મોટો કાફલો વ્રજ, વરુણ સહિત પોલીસ કર્મીઓ તૈનાત

અમરેલી જિલ્લાના રાજુલા શહેરની રેલવે જમીનના વિવાદનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી. આજે પાંચમો દિવસ પણ માત્ર રેલવેના અધિકારીઓ અને ધારાસભ્ય સાથે વાતચીત ચાલી પણ સુખદ સમાધાનનો કોઈ રસ્તો આવ્યો નથી. આખરે આવતી કાલે ધારાસભ્ય અંબરીશ ડેર રાજુલા તાલુકાના બર્બટાણા ગામ નજીક આવેલા રેલવે સ્ટેશનમાં જઇ કોરોના ગાઈડલાઈનના નિયમો હેઠળ ઉપવાસ કરશે.

રાજુલા શહેરની રેલવે જમીનના વિવાદ મામલે ધારાસભ્ય અંબરીશ ડેર રાજુલા ઉપવાસ છાવણીમાં બેઠા હતા, પરંતુ હજુ કોઈ નિરાકરણ નહીં આવતા આવતીકાલે રેલવે સ્ટેશનમાં જઇને ઉપવાસ ઉપર બેસશે અને ત્યાં પોહચી તેંમના કાર્યકમ નકી કરાશે.

અન્ય સમાચારો પણ છે...