રજૂઆત:રાજુલાના કોવાયા-રામપરા વચ્ચે કોઝવેને બદલે મેજર બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય અંબરીશ ડેરની માંગ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના માર્ગ અને મકાન વિભાગ મંત્રી પુર્ણેશ મોદીને પત્ર લખી રજૂઆત કરી

અમરેલી જિલ્લામાં માર્ગ મકાન વિભાગમાં આવતા ગ્રામીણ વિસ્તારના પુલ કોઝવે અનેક બિસ્માર હાલતમાં છે. અકસ્માતો નોતરે તેવી દયનિય સ્થિતિ વચ્ચે છે. સરકારમાં અનેક વખત રજૂઆતો સરપંચોથી લઈ રાજકીય પ્રતિનિધિઓ કરી રહ્યા છે. છતા કોઈ ઝડપી ઉકેલ આવતો નથી તેને લઈ વાહન ચાલકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. જેથી હવે રાજુલા તાલુકાના કોવાયા રામપરા વચ્ચે કોઝવે મેજર બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય અંબરીશ ડેરે મંત્રી પુર્ણેશ મોદીને પત્ર લખી માંગ કરી છે. રાજુલા વિધાન સભા વિસ્તારના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા માર્ગ અને મકાન વિભાગના સરકારના મંત્રી પુર્ણેશ મોદીને પત્ર લખી લેખિત રજુઆત સાથે માંગણી કરી છે. જેમા રામપરા-કોવાયા વચ્ચે ધાતરવડી નદી ઉપર કોઝવે આવેલો છે. જે કોવાયા અને પીપાવાવ પોર્ટને જોડતો મહત્વનો હોય ત્યાં ચોમાસાના 4થી 5 મહિના દરમ્યાન રાજુલાના ધાતરવડી 2 ડેમનું પાણી સતત રહેતું હોય અવાર નવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. માટે જો આ કોઝવેને બદલે મેજર બ્રિજ બનાવવામાં આવે તો આ બ્રિજ કોવાયાથી પીપાવાવ પોર્ટ બે ગામ તથા બે મોટા ઉધોગોને જોડતો મહત્વનો બની રહે અને સાથે સાથે નાની મોટી દુર્ઘટના પણ ના ઘટે તેમ હોવાથી આ બ્રિજ બનાવવા માંગે અંદાજીત રૂપિયા 5. કરોડ માટેનો જોબ નંબર ફાળવવા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ભલામણ સાથે રજૂઆતો કરાઇ છે.

અહીં આવેલા રામપરા અને કોવાયા 2 ગામો અને પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની પણ ધમધમી રહી છે જેથી સતત વાહનો લોકો જોખમી રીતે વાંરવાર પસાર થતા હોય છે અને અકસ્માત સર્જાય છે 3 દિવસ પહેલા જ પિતા પુત્ર પાણી હોવાને કારણે પડી ગયા અને નદીમાં તણાયા હતા. ત્યારબાદ પુત્રનો બચાવ થયો હતો અને પિતાનું મોત થયું હતું જેથી સમગ્ર વિસ્તારની માંગ છે તાકીદે આ બ્રિજ ની મંજૂરી મળે.

અન્ય સમાચારો પણ છે...