હવામાન:બુધવારે અમરેલીમાં મિશ્ર વાતાવરણ : પારો 17.6 ડિગ્રી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે ઠંડી બપોરે ગરમીનો અહેસાસ

અમરેલી પંથકમા કાતિલ ઠંડી પડયા બાદ હવે મિશ્ર વાતાવરણ જાેવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની અાગાહી કરાઇ છે તેની વચ્ચે અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 17.6 ડિગ્રી નાેંધાયુ હતુ. હાલ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપાેરે લાેકાે ગરમીનાે અહેસાસ કરી રહ્યાં છે.

શહેરમા હાલ મિશ્ર ઋતુ જાેવા મળી રહી છે. અહી થાેડા દિવસ પહેલા કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળ્યું હતુ પારાે છેક 10 ડિગ્રી સુધી નીચાે ઉતરી ગયાે હતાે. જાે કે પાછલા ત્રણ ચાર દિવસથી તાપમાન ઉંચકાતા ઠંડીમાથી અાંશિક રાહત અનુભવાઇ રહી છે. હાલ વહેલી સવારે જ ગુલાબી ઠંડી પડી રહી છે.

અને બપાેર થતા સુધીમા લાેકાે ગરમીનાે પણ અનુભવ કરી રહ્યાં છે. અામ શહેરમા હાલ બેવડી ઋતુ પ્રવર્તી રહી છે.અાજે શહેરનુ મહતમ તાપમાન 31.4 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 17.6 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 75 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 3 કિમીની નાેંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અાગામી બે દિવસ માવઠાની પણ અાગાહી કરાઇ છે. જાે કે જિલ્લામા હજુ કયાંય માવઠાની સ્થિતિ જાેવા મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...