ક્રાઇમ:બાબરાના ગમા પીપળિયાની સગીરા પર દુષ્કર્મ, ફરિયાદ

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે ફાેટા વાયરલ કરવાની ધમકી પણ અાપી

બાબરા તાલુકાના ગમા પીપળીયામા રહેતી અેક સગીરા પર માેટા દેવળીયામા રહેતા અેક યુવકે વારંવાર દુષ્કર્મ ગુજારી ફાેટા વાયરલ કરવાની તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

સગીરા પર દુષ્કર્મની અા ઘટના બાબરાના ગમા પીપળીયામા બની હતી. અહી રહેતી અેક સગીરાને માેટા દેવળીયામા રહેતાે હર્ષદ જારેરા નામનાે શખ્સ સાથે લઇ જઇ વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેમજ સગીરાના ફાેટા વાયરલ કરવાની તેમજ પરિવારને મારી નાખવાની ધમકી પણ અાપી હતી. હર્ષદની સાથે તેના મિત્ર ભાવેશ ચંદુ રાઠાેડે પણ મદદગારી કરતા અા બંને સામે સગીરાઅે બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવ અંગે ઇન્ચાર્જ પીઅાઇ અેન.અે.વાઘેલા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...