સગીરાની હત્યા:રાજુલાના નવી માંડરડી ગામ પાસેથી કિશોરીને પથ્થરોના ઘા મારી મોતને ઘાટ ઉતારાઈ, આરોપીની શોધખોળ હાથ ધરાઈ

અમરેલીએક મહિનો પહેલા

અમરેલીના રાજુલા તાલુકાના નવી માંડરડી ગામ પાસે ધાતરવડી નદીના કાંઠેથી એક સગીરાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. અજાણી વ્યકિતએ પથ્થરોના ઘા મારી કિશોરીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી આપ્યો છે. બીજી તરફ હત્યામા ંસંડોવાયેલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અમરેલીના રાજુલા તાલુકાના નવી માંડરડી ગામ પાસે ધાતરવડી નદીના કાંઠે એક સગીરાની લાશ પડી હોવાની જાણ થતા પોલીસ તપાસ માટે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોરીના મોઢા પર પથ્થરોના ઘા મારી હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે ચાર ટીમ બનાવી આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

રેપ વીથ મર્ડર છે કે નહીં તેની તપાસ થશે
સગીરાનો મૃતદેહ મળી આવ્યા બાદ હત્યા થયાનો ખુલાસો થયો છે. ત્યારે સગીરાની હત્યા પહેલા દુષ્કર્મ થયું હોવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે સગીરાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી આપ્યો છે. ડીવાયએસપી હરેશ વોરાએ કહ્યું હતું કે, આ મામલામાં આરોપીઓ સુધી પોલીસ પહોંચવા પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...