સગીરાનુ મોત:વાડીએ ધાણાના પાકમાં દવાનો છંટકાવ કરતી વેળાએ ઝેરી દવાની અસરથી સગીરાનુ મોત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારીના વાવડીમાં કુવામાં પડી જતા યુવતીનું મોત, માતા સાથે કપાસ વીણવા ગઇ હતી

ધારી તાલુકાના આંબાગાળાની સીમમા વાડીએ ધાણાના પાકમા દવાનો છંટકાવ કરી રહેલી એક 16 વર્ષીય સગીરાને ઝેરી દવાની અસર થતા સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. ઝેરી દવાની અસરથી સગીરાના મોતની આ ઘટના ધારીના આંબાગાળાની સીમમા બની હતી. મુળ ગીરગઢડાના જામવાળા અને હાલ આંબાગાળામા રહેતી શીતલબેન સવજીભાઇ થડેચા (ઉ.વ.16) નામની સગીરા ભાગવી રાખેલ વાડીએ ધાણાના પાકમા પંપ વડે દવાનો છંટકાવ કરી રહી હતી.

થોડીવાર બાદ તેને ઉલટી ઉબકા થવા લાગતા સારવાર માટે પ્રથમ વિસાવદર અને બાદમા જુનાગઢ સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે સવજીભાઇ થડેચાએ ધારી પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ દાંતી ચલાવી રહ્યાં છે. બીજી તરફ ચલાલામા રહેતા સંગીતાબેન વાલજીભાઇ ખેતરીયા (ઉ.વ.20) નામની યુવતી પોતાની માતા સાથે વાવડી ગામે મનુભાઇ મુળાભાઇ વાળાની વાડીએ કપાસ વીણવાની મજુરી કામ કરવા માટે ગઇ હતી.

અહી બપોરના સુમારે તે શૌચક્રિયા કરવા જવાનુ કહી બાજુમા આવેલ બચુભાઇ નાગભાઇ કાળીયાની વાડીના શેઢે આવેલ પાણી ભરેલ કુવામા કોઇ અગમ્ય કારણોસર પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે અશ્વિનભાઇ વાલજીભાઇ ખેતરીયાએ ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ ધનજીભાઇ સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...