નલ સે જલ યોજના:રાજુલાના કાતર ગામે મંત્રી આર.સી.મકવાણાના હસ્તે 98 લાખના ખર્ચે તૈયાર થનારી વાસ્મો યોજનાનું ખાતમુહૂ્ર્ત કરાયું

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ કાછડીયા, એનસીયુઆઈ ચેરમેન સંઘાણી, પૂર્વ સંસદીય સચિવ સોલંકી સહિત નેતા ઓ ઉપસ્થિત રહ્યા

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાના વરદ હસ્તે રાજુલાના કાતર ખાતે 98.68 લાખના ખર્ચે તૈયાર થનાર વાસ્મોની નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાસ્મો યોજના અંતર્ગત ઘરે - ઘરે નળ કનેક્શન માટે નલ સે જલ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા યોજનાની 100% રકમ આપવામા આવી છે.

આ યોજના હેઠળ રૂ. 98,68,543/- ના ખર્ચે આગામી છ માસની સમય મર્યાદામા કામગીરી પૂર્ણ કરી ઘરે - ઘરે નળ કનેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ગામમાં કુલ 10,000 મીટર જળ વિતરણ પી.વી.સી. પાઇપલાઇન તેમજ ઘરે-ઘરે કુલ 580 કનેક્શન માટે 6960 મીટર પાઇપ લાઇન મંજુર થયેલ છે. તેમજ પાણીના સંગ્રહ માટે અગાઉ વાસ્મો યોજનામાંથી બનાવવામાં આવેલ સમ્પ અને હાલમાં મંજુર થયેલ સમ્પ 3.00 લાખ લીટરમાંથી 25.0એચ.પી. ની પમ્પીંગ મશીનરી દ્રારા 1.50લાખ લીટર 12.0 મીટર ઉંચી ટાંકીમાં પાણી પહોચાડી ગામમાં ઘરે – ઘરે પાણી વિતરણ કરવામાં આવશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી દાદભાઈ વરુ, એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાસ્મો યોજનાના અધિકારીઓ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

રાજુલા-થોરડી-બાઢડાના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ખાતેથી ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી આર. સી. મકવાણાએ 9.32 કરોડના ખર્ચે તૈયાર થનાર 32 કિમીના રાજુલા-થોરડી-બાઢડાના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રભારી મંત્રી આર. સી. મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે રાજુલાથી બાઢડાના માર્ગનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ સ્થાનિકો આ માર્ગનો લાભ લે અને આ માર્ગ આવનારા દિવસોમાં વિકાસનો પથ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

અન્ય સમાચારો પણ છે...