તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારનું ભરણ પોષણ મુશ્કેલ:અમરેલીમાં મીની લોકડાઉનથી નાના ધંધાર્થીની રોજી રોટી પર માઠી અસર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામજી મંદિર પાસે રવિવારની કાપડ બજાર સુમસામ: કોઇ ખરીદનાર નથી

અમરેલીમાં મીની લોકડાઉનના કારણે નાના ધંધાર્થીની રોજી રોટી પર માઠી અસર પહોંચી છે. અહીં દર રવિવારે રામજી મંદિર પાસે ભરાતી રવિવારી કાપડ બજાર સુમસામ જોવા મળે છે. પાથરણાવાળા તો રોજી રોટી માટે આવી રહ્યા છે. પણ વસ્તુ ખરીદનાર કોઈ જ નથી.

અમરેલી જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તવ્યો છે. તેવા સમયે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં મીની લોકડાઉન છે. જેના કારણે પાથરણા પાથરી રોજી રોટી કમાતા ધંધાર્થીના ધંધા પર માઠી અસર પહોંચી છે. દર રવિવારે રામજી મંદિર પાસે ગરીબ વર્ગ માટે કાપડ બજાર ભરાય છે. પણ અહીં કોરોનાના ભય અને મીની લોકડાઉનના કારણે વસ્તુ ખરીદનાર કોઈ જ નથી.

રામજી મંદિર પાસે પાથરણું પાથરી ધંધો કરતા પ્રદીપભાઇ જીંજવાડીયાએ જણાવ્યું હતું કે 15 દિવસમાં આજે રવિવારે ધંધા માટે આવ્યા છે. પહેલા દિવસનો રૂપિયા 1000 થી 1200નો ધંધો થતો હતો. પણ અત્યારે કોરોનાએ અમારી રોજી રોટી છીનવી લીધી છે. માત્ર રૂપિયા 150નો ધંધો થઈ રહ્યો છે. જેના કારણે પરિવારનું ભરણ પોષણ પણ મુશ્કેલ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...