માંગણી:સોમાના આગેવાનો સાથે અમરેલીના મિલરોએ મુખ્યમંત્રીને પ્રશ્નાે રજુ કર્યા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિંગનો બગાડ અને વીજબીલના પ્રશ્નાે ઉકેલવા માંગણી

અમરેલી જિલ્લાના અાેઇલ મિલરાેઅે સાૈરાષ્ટ્રભરના અાેઇલ મિલરાે સાથે રાજયના મુખ્યમંત્રીને મળી મિલરાેને સતાવતા વિવિધ પ્રશ્નાે અંગે રજુઅાત કરી હતી. સાેમાના અાગેવાનાેઅે મુખ્યમંત્રીનુ અભિવાદન પણ કર્યુ હતુ. સાૈરાષ્ટ્ર અાેઇલ મીલ અેસાેસિઅેશનના પ્રમુખ કિશાેરભાઇ વિરડીયાની અાગેવાની નીચે અમરેલી, જુનાગઢ, કેશાેદ, ગાેંડલ, જામખંભાળીયા, રાજકાેટ અને જામનગરના વિવિધ અાેઇલ મીલરાેઅે ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી.

અમરેલી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરતા લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને અાેઇલ મીલર કાંતીભાઇ વઘાસીયા, અનીલભાઇ મેતલીયા, ચિરાગભાઇ ગજેરા પણ અા પ્રતિનિધી મંડળમા જાેડાયા હતા. સાેમાના નેતૃત્વ હેઠળ અા તમામ અાગેવાનાેઅે મુખ્યમંત્રીને ચાંદીની મુર્તિ અર્પણ કરી અભિવાદન કર્યુ હતુ. અેટલુ જ નહી અાેઇલ મીલરને સતાવતા પ્રશ્નાે 16 વર્ષનાે વિજબીલનાે પ્રશ્ન, શીંગનાે બગાડ, વિજબીલના ખાેટા કેસ વિગેરે બાબતે મુખ્યમંત્રી સાથે લાંબી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીઅે અાેઇલ મિલરાેના પ્રશ્નાેના નિરાકરણ માટે ખાતરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...