તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિયાળાના અારંભ સાથે જ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાળ વિસ્તારાેમા માેટી સંખ્યામા પેલીકન, ફલેમીંગાે, કુંજ સહિતના પક્ષીઅાેનુ અાગમન થયુ હતુ. હાલ પણ અા પક્ષીઅાે તળાવાે, સરાેવરાેમા વિચરણ કરી રહ્યાં છે. ત્યારે કથીવદરના બંધારામાથી અેક કુંજનાે મૃતદેહ મળતા વનવિભાગને જાણ કરાઇ હતી.
દર શિયાળામા સાઇબીરીયાથી રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાળ વિસ્તારાે તેમજ જિલ્લાના અન્ય ગામાેમા તળાવાે અને સરાેવરમા પેલીકન, ફલેમીંગાે તેમજ કુંજ સહિતના પક્ષીઅાે અાવી પહાેંચે છે. ત્યારે અા વખતે પણ અહીના ચાંચબંદર, ખેરા, પટવા, કથીવદર સહિતના વિસ્તારાેમા માેટી સંખ્યામા પક્ષીઅાે ઉતરી અાવ્યા હતા. હાલ અા વિસ્તારમા અા પક્ષીઅાે બંધારામા વિચરણ કરી રહ્યાં છે. અહી પક્ષીઅાેને પુરતાે ખાેરાક અને પાણી મળી રહેતુ હાેય દર શિયાળામા અા પક્ષીઅાે અહી અાવે છે.
અહી બે દિવસ પહેલા કથીવદરના બંધારામાથી અેક કુંજ પક્ષીઅાે મૃતદેહ મળી અાવ્યાે હતાે. અહીના મનસુખભાઇ બાંભણીયાઅે વનવિભાગને જાણ કરતા સ્ટાફ અહી દાેડી અાવ્યાે હતાે અને મૃતદેહનાે કબજાે લીધાે હતાે. હાલ અા વિસ્તારમા માેટી સંખ્યામા યાયાવર પક્ષીઅાે વસવાટ કરી રહ્યાં છે. શિયાળાના અંતે અા પક્ષીઅાે ફરી પાેતાના વતન તરફ પ્રયાણ કરશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.