દુર્ઘટના:ગેસ સિલીન્ડર ફાટતા દાઝી જતા આધેડનું મોત

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ ચાલુ કરવા જતા સર્જાયો અકસ્માત

ધારી તાલુકાના કરેણમા રહેતા એક આધેડ રાત્રીના સમયે ગરમ પાણી કરવા માટે ગેસ ચાલુ કરવા જતા અચાનક ગેસ સિલીન્ડર ફાટતા તેઓ નીચે પટકાયા હતા અને દાઝી જતા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. અહી રહેતા જસાભાઇ મંગાભાઇ મારૂ (ઉ.વ.58) નામના આધેડને ગરમ પાણી પીવાની ટેવ હોય રાત્રીના બે વાગ્યાના અરસામા તેઓ રસોડામા જઇ ગેસ ચાલુ કરવા જતા અચાનક ગેસ સિલીન્ડર ફાટયો હતો અને ભડકો થતા તેઓ નીચે પટકાયા હતા.

જસાભાઇ દાઝી જતા તેમને તાબડતોબ સારવાર માટે પ્રથમ ચલાલા અને બાદમા અમરેલી સિવીલમા રીફર કરાયા હતા. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે શરદકુમાર જસાભાઇ મારૂએ ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...