કડકડતી ઠંડી:અમરેલીમાં પારો ગગડ્યો, વહેલી સવારે કડકડતી ઠંડી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટાઢાેબાેળ પવન ફુંકાતા લાેકાે ઠુંઠવાયા

અમરેલી જિલ્લામા ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહી હતી. અનેક વિસ્તારાેમા કમાેસમી વરસાદ ખાબકી ગયાે હતેા. હાલ તાપમાનનાે પારાે નીચાે જતા વહેલી સવારે અને માેડી રાત્રે કડકડતી ઠંડી પડી રહી છે. ટાઢાબાેળ પવન ફુંકાતા લાેકાેને ગરમ વસ્ત્રાેમા વિંટળાવાની ફરજ પડી હતી.

શિયાળાની ઋતુ દરમિયાન અમરેલી પંથકમા ત્રણ દિવસ માવઠુ થયુ હતુ. હાલ તાપમાનનાે પારાે ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. જાે કે હજુ વહેલી સવારે અને માેડી રાત્રીના જ ઠંડીનાે ચમકારાે જાેવા મળી રહ્યાે છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 27.2 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 17 ડિગ્રી રહ્યું હતુ.

હવામા ભેજનુ પ્રમાણ 86 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.6 કિમીની નાેંધાઇ હતી. થાેડા દિવસ અગાઉ અમરેલી પંથકમા બેવડી ઋતુ પ્રવર્તી રહી હતી. તેની વચ્ચે ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહી હતી. જાે કે હાલ કડકડતી ઠંડીની શરૂઅાત થઇ ચુકી છે. જેને પગલે લાેકાેને ગરમ વસ્ત્રાેનાે સહારાે લેવાે પડી રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...