તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિશ્ર ઋતુ:અમરેલી પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો : 15 ડિગ્રીથી ઠંડક

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉત્તર ભારતમાં બરફ વર્ષાને પગલે ઠંડોગાર પવન ફુંકાયો હતો
 • મિશ્ર ઋતુ જોવા મળી : ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો

અમરેલી પંથકમા ચારેક દિવસથી વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યાં હતા. જો કે ફરી આજે તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી સુધી પહોંચી જતા હવે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઇ ચુકી છે.અમરેલી પંથકમા હવે ફરી શિયાળો જામી રહ્યો હોય તેવા અણસાર જોવા મળી રહ્યાં છે. થોડા દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી રહી હતી. હાલ ફરી તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. જેને પગલે કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઇ ચુકી છે. આજે શહેરનુ મહતમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી રહ્યું હતુ.શિયાળાની શરૂઆત થતા જ શહેરમા ગરમ વસ્ત્રોનુ વેચાણ શરૂ થઇ ગયુ હતુ. જો કે અહી બેવડી ઋતુ જ જોવા મળી હતી. થોડા દિવસ પહેલા ઉતર ભારતમા બરફવર્ષાને પગલે તાપમાન ઘટયુ હતુ અને ઠંડાગાર પવનો ફુંકાયા હતા અને કડકડતી ઠંડી પડી હતી. જો કે બાદમા ફરી મિશ્ર ઋતુ જોવા મળી હતી. હાલ તો ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો