ગરમીથી આંશિક રાહત:અમરેલી પંથકમાં 5 દિ' માં પારો 5 ડિગ્રી ઉતર્યો, મહત્તમ તાપમાન ઘટીને 37.6 ડિગ્રી પર;  દિવસભર પવન ફુંકાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ 2 થી 3 દિવસ આવું જ વાતાવરણ રહેવાની હવામાન વિભાગની ધારણા

ઉનાળો વિદાય લે અને ચોમાસાનુ આગમન થાય તે દિવસો દુર નથી. વાતાવરણમા આવેલો બદલાવ લોકો મહેસુસ કરી રહ્યાં છે. ખાસ કરીને તાપમાનનો પારો પાંચ દિવસમા 5 ડિગ્રી નીચે ઉતર્યો છે. લુ સાથે આકરો તાપ ઘટયો છે પણ બફારો વધી રહ્યો છે. હજુ ગત 19મી તારીખે જ અમરેલી શહેરમા મહતમ તાપમાન 42.8 ડિગ્રી હતુ. જયારે આજે મહતમ તાપમાન 37.6 ડિગ્રી નોંધાયુ હતુ.

પાંચ દિવસમા 5.2 ડિગ્રીના ઘટાડા સાથે લોકેાને આકરી ગરમીમાથી રાહત મળી છે. છેલ્લા બે દિવસથી અમરેલી પંથકમા વાતાવરણમા બદલાવ આવ્યો છે. આકાશમા સવારના સમયે વાદળોની જમાવટ થાય છે. અને દિવસ દરમિયાન પણ છુટાછવાયા વાદળો નજરે પડે છે. ન્યુનતમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયુ હતુ.

જો કે હવામા ભેજનુ પ્રમાણ વધી ગયુ છે. જેના કારણે દિવસભર ઉકળાટ અનુભવાઇ રહ્યો છે. આજે અમરેલી શહેરમા હવામા 71 ટકા ભેજ અનુભવાયો હતો. તો બીજી તરફ તેજ ગતિથી પવન પણ ફુંકાઇ રહ્યો છે. આજે દિવસ દરમિયાન સરેરાશ 16.6 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. હજુ આગામી બે ત્રણ દિવસ સુધી આવુ જ વાતાવરણ રહે તેવી હવામાન વિભાગની ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...