ખેડૂતોમાં ચિંતા:અમરેલીમાં પારો 42 ડિગ્રી, 21મીએ હળવા- મધ્યમ વરસાદની આગાહી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ વધ્યું, માવઠું થશે તો પાકને નુકસાન થવાની ભિતી

અમરેલી પંથકમા આજે તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહાેંચી જતા બળબળતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. તાે ધારી પંથકમા પણ પારાે 43 ડિગ્રી સુધી નાેંધાયાે હતાે. તાે બીજી તરફ આગામી 21મી તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે જેને પગલે ખેડૂતાેમા ચિંતા પણ જાેવા મળી રહી છે. જો માવઠું થશે તો પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. ધરતીપુત્રો માવઠાને લઇ ચિંતિત બન્યા છે.

ઉનાળો તેનાે આકરો મિજાજ બતાવી રહ્યાે હાેય તેમ પાછલા કેટલાક દિવસાેથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. આજે શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 21.8 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ વધીને 80 ટકા સુધી પહેાંચી ગયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10.2 કિમીની નાેંધાઇ હતી. બપાેરના સુમારે તાે જાણે કુદરતી કર્ફયુ લાદયાે હાેય તેવી સ્થિતિ માર્ગાે અને બજારાેમા જાેવા મળી રહી છે. કાળઝાળ ગરમી અને બફારાથી લાેકાે અકળાઇ ઉઠયાં છે.

તાે ધારી પંથકમા પણ પાછલા ઘણા સમયથી તાપમાનનાે પારાે સતત 40 ડિગ્રીને પાર રહેતાે હાેય અહી પણ આકરાે તાપ પડી રહ્યાે છે. આજે પણ ધારીમા તાપમાનનાે પારાે છેક 43 ડિગ્રી સુધી આંબી ગયાે હતાે. જેને પગલે બપાેરના સુમારે બજારાે અને માર્ગાે જાણે સુમસામ ભાસતા જાેવા મળ્યાં હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી 21મીઅે અમરેલી જિલ્લામા હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને પગલે ખેડૂતોમા પણ ચિંતાનુ માેજુ જાેવા મળી રહ્યું છે. જાે માવઠુ થશે તાે પાકને નુકશાન થવાની પણ ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...