ભાદરવામાં ભરપૂર:અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ચાર ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા, ઠેબી ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઠીના શેખપીપરિયામાં ગામમાં નદીના પાણી ઘૂસતા 4 લોકો ફસાતા સ્થાનીક લોકો દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે મુક્યા
  • કલેકટર દ્વારા લોકોને બિનજરુરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી

અમરેલી જિલ્લામાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા સતત અવિરત વરસાદ પડ્યો. અમરેલી શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના સિનિયર સીટીઝન પાર્ક, સેન્ટર પોઇન્ટ ચારે તરફ પાણી ભરાવવાના કારણે લોકો અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

લાઠીના શેખપીપરિયા, હરસુરપુર, દેવળીયા આસપાસમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. શેખપીપરિયામાં 5 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબકતા ગામની નદીનું પાણી ગામમાં ઘુસ્યું અનેક ઘરોમાં પાણી ઘુસ્યા હતા. દુકાનના 4 લોકો ફસાય જતા જિલા કલેકટરને જાણ થતાં મામલતદારની ટીમ ગામમાં મોકલી અને તંત્ર પહેલા સ્થાનીક લોકો દ્વારા સલામત સ્થળે પોહચાડી હતી અને ગામમાં પુરની સ્થિતિ વચ્ચે સીધી કલેકટર ગૌરાંગ મકવાણા નજર રાખી રહ્યા છે. જ્યારે બાબરા શહેર અને આસપાસના ગામડામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા અહીં પણ પાણી ભરાયા હતા. ગામડા લુણકી, ખાખરીયા,ચરખા,દરેડ જેવા મોટાભાગના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે લીલીયા વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ પડવાના કારણે નાવલી નદીમાં પુર આવ્યું જેના કારણે મુખ્ય બજારમાં પાણી વહેતા થવાના કારણે કેટલીક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

અમરેલી કલેકટર નાગરિકોને સલામત સ્થળે રહેવા સૂચના
અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણાએ ટ્વીટ કરી આકાશીય વીજળી પ્રભાવિત ક્ષેત્રમાં છે બિનજરૂરી અવર જવર ટાળી સલામત સ્થળે રેહવા માટેની સૂચના નાગરિકોને આપવામાં આવી હતી

અમરેલી ઠેબી ડેમના 8 દરવાજા ખોલ્યા એલર્ટ જાહેર કર્યું
અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી ઉપર આવેલ ઠેબી સિંચાઈ યોજનાના નિર્ધારિત સપાટી જાળવવા માટે આ જળાશયના 8 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ઠેબી જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામો અમરેલી, ચાંપાથળ, પ્રતાપપુરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ના કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...