તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત, રાજુલા-જાફરાબાદમાં ભારે વરસાદના કારણે ટીંબી રૂપેણી નદીમાં ઘોડાપૂર

અમરેલી9 દિવસ પહેલા
  • રાજુલા,જાફરાબાદ, ખાંભા,કુંકાવાવ સહિત વિસ્તારમાં વરસાદ

અમરેલી જિલ્લામા સતત 5 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધરતી પુત્રો માટે ખૂબ ફાયદો થઈ શકે છે. આજે પણ રાજુલા, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ વિસ્તારમા વરસાદ પડી રહ્યો છે.

આજે રાજુલા તાલુકાના ચોત્રા ગામમા ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ઉપરાંત નાનકડી શેરી ઓ પણ જળબબાકાર જેવી દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે અહીં ધીમે ધીમેં પાણી ઓસરી રહ્યા છે જેથી મુશ્કેલી માં ઘટાડો થઈ રહ્યો છે આસપાસના બારમણ સહિત ,હેમાલ કથારીયા માં પણ વરસાદ પડ્યો હતો અને જાફરાબાદ તાલુકામાં આવેલ ટીંબી ગામમાં ધોધમાર વરસાદ પડતા રૂપેણી નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ અને અહીં પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યહાર પણ ખોરવાયો છે જોકે અહીં પણ પાણી ઓસરી રહ્યા છે એટલે મોડી સાંજ સુધીમાં ફરી વાહન વ્યહાર વરસાદ બંધ રહેશે તો શરૂ થશે.

સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
આજ સવાર થી છૂટો છવાયો અવિરત વરસાદ પડી રહ્યો છે બપોર બાદ ખાંભા,રાજુલા,જાફરાબાદ,પીપાવાવ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા સ્થાનિકો ખેડૂતો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતાના ખેતી કામ માં આવતી કાલ થી જોતરાય જશે.

અન્ય સમાચારો પણ છે...