સાંબેલાધાર:અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, લીલીયામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરમાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ લીલીયા પંથકમાં સતત 2 દિવસથી અનરાધાર મેઘસવારી

અમરેલી જિલ્લામા બપોર બાદ આજે મેઘો મન મૂકી વરસી રહ્યો છે. સૌથી વધુ લીલીયા શહેરમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા દોડધામ મચી જવા પામી છે. સાથે અહીં નાવલી નદીમાં ઘોડાપુર આવ્યું છે જેના કારણે અહીં આવેલી દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. સાથે લીલીયાના સનાળિયા ગામની ગાગડીયા નદીમાં પુર આવ્યું છે. અમરેલી શહેરમાં અંરાધાર અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના વિવિધ માર્ગો અને સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે.

બીજી તરફ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે જાફરાબાદ તાલુકાના ટીબી, છેલણા હેમાળ જેવા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે અમરેલીના લાઠી રોડ પર વધુ પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે.

લીલીયાથી પૂજાપાદર માર્ગ બંધ થયો

લીલીયા પંથકમાં અંરાધાર વરસાદ ખાબકતા લીલીયાથી પૂજાપાદર જવાના માર્ગે પર પાણી ફરી વળ્યાં છે જેના કારણે આ માર્ગ બંધ થયા વાહન વ્યવહાર ખોરવાયો છે ક્યારે દર ચોમાસામાં અહીં આ પ્રકારની સમસ્યા ઉભી થાય છે.

અનેક નદીમા ઘોડાપુર જેવી સ્થિતિ

અમરેલી અને લીલીયા લાઠી પંથકમાં પડેલા વરસાદ ના કારણે ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો છલકાય ઉઠ્યા છે તો ગાગડીયા નદીમાં ઘોડાપુર સાથે જ ખારી નદીમાં પણ ઘોડાપુર ની હાલત છે.

ધરતી પુત્રો ખુશ ખુશાલ બન્યા

છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા ધરતી પુત્રો હવે આ મેઘરાજા એ મન મૂકી એન્ટ્રી કરતા ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે ખેડૂતોના પાક બળી જવાના આરે હતા તેને જીવનદાન મળી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...