તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:અમરેલી જિલ્લામા ત્રીજા દિવસે મેઘરાજા નું આગમન, સાવરકુંડલા અને અમરેલી શહેરમાં વરસાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લામા વરસાદી જાપટા પડયા

અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે સોમવારે બપોર બાદ અમરેલી શહેર,ગોખરવાળા,સાવરકુંડલા શહેર અને જાફરાબાદ શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

સાવરકુંડલાથી લઈ અમરેલી શહેર સુધી આવતા તમામ ગામડામાં વરસાદ ખાબક્યો

અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે સાવરકુંડલાથી લઈ અમરેલી શહેર સુધી આવતા તમામ ગામડામાં વરસાદ ખાબક્યો છે સાથે લીલીયા શહેરમાં વરસાદ પડતાં નાવલી નદીમા પાણી ની આવક થઈ છે ઉપરવાસ પડેલા વરસાદના કારણે પાણીની આવક નાવલી નદીમાં જોવા મળી રહી છે ગામની બજારમાં પણ પાણી નો પ્રવાહ જોવા મળી રહ્યો છે ઉપરાંત બાબરા પંથકના ગામડામાં પણ વરસાદ પડી રહ્યો છે.

સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતો ખુશ

બાબરના જામબરવાળા,રાયપર આસપાસ વરસાદ પડતાં સ્થાનીક ખેડૂતો ખુશ થયા છે અને ખેતરો પાણી થી ભરાય રહ્યા છે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અવિરત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. હાલ અમરેલી સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.આગાહી જોતાં મોડી રાતે વરસાદ નુ જોર હાલ વાતાવરણ જોતા વધી શકે છે

સાવરકુંડલા ની નાવલી નદીમા પુર આવ્યું ઉપરવાસના બોઘરયાણી સહિતના ગામોમાં ભારે વરસાદજો વરસાદ વધે તો નદી કાંઠે આવેલ દુકાનોમાં પાણી ભરાવાની દહેશત છે નાવલી નદી સાવરકુંડલા શહેરમાં પસાર થાય છે ભૂતકાળમાં અનેક દુકાનો કેબીનો તણાય ચુકી છે પાણી ની આવક વધશે તો મુશ્કેલીઓ વધશે

અન્ય સમાચારો પણ છે...