તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વરસાદી વાદળો છવાયા પણ મેઘરાજાએ લીધો વિરામ

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે અડધાથી ત્રણ ઈંચ સુધી વરસાદ પડ્યો હતો

અમરેલી જિલ્લામાં આજે વરસાદી વાદળો છવાયા હતા. પણ મેઘરાજાની પધરામણી થઈ ન હતી. જિલ્લાભરમાં ગઈકાલે અડધાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે લાંબા સમયથી મુરજાતી મોલાતને જીવન દાન મળ્યું હતું. અને ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા.

જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ વરસાદ પડ્યો ન હતો. જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. પણ અંતે ગઈકાલે જિલ્લાભરમાં મેઘરાજાની મહેરબાની થઈ હતી. અહીના બગસરામાં સાડા ત્રણ, સાવરકુંડલામાં બે, ખાંભા, ધારી, બાબરા, રાજુલા અને વડિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. બીજા દિવસે પણ જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ છવાયું હતું. પણ વરસાદ પડ્યો ન હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનનો 56.08 ટકા વરસાદ પડ્યો છે.

સૌથી વધારે અમરેલીમાં 82.51 ટકા વરસાદ પડ્યો છે. તો સૌથી ઓછો વરસાદ જાફરાબાદમાં પડ્યો છે. અહી સીઝનનો 38.18 ટકા જ વરસાદ પડ્યો છે. તેમજ લીલીયામાં 81.61 ટકા વરસાદ પડી ગયો છે. અમરેલી અને લીલીયા તાલુકાને છોડી બાકીના 9 તાલુકામાં ઠીકઠીક મેઘરાજાની પધરામણી થઈ છે. હજુ પણ અમરેલી જિલ્લાની ધરતીને પાણીની જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...