તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:તાઉ-તે વાવાઝોડામાં નુકસાન થયેલા વીજ પોલનું કામ ધીમીગતિ ચાલતાં રાજૂલા માર્કેટયાર્ડ ખાતે બેઠક યોજાઇ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ નારણભાઈ કાછડીયા અને રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીએ PGVCLના અધિકારીઓ બેઠક કરી
  • મટિરિયલના અભાવે વીજ પોલનુ કામ ધીમીગતિએ ચાલે છે તેવા આક્ષેપ ખેડૂતોએ કર્યા

રાજ્ય અને ખાસ સૌરાષ્ટ્રમાં આવેલી આફત તાઉ-તે વાવાઝોડાથી ભારે નુકસાન થયુ છે. જેમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ PGVCLમાં નુકસાન થયુ છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ લાઇટ આવી નથી. કામગીરી મટિરિયલના અભાવે ધીમીગતીએ ચાલી રહી છે, તો ક્યાંક જૂનું મટિરિયલ ફિટ કર્યાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ પ્રકારની ફરિયાદોને લઇ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા,અને રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીએ રાજુલા માર્કેટયાર્ડ ખાતે PGVCLના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

તાઉ-તે વાવાઝોડાને કારણે સૌથી વધુ રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથકમા કેટલાક ફીડરો બંધ છે. તો કેટલાક ચાલુ થયા છે તો કેટલીક જગ્યાએ મટિરિયલ વગર કામ અટકી પડેલા છે, તો ક્યાંક જુનું મટિરિયલ ફિટ કર્યાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ પ્રકારની ફરિયાદોને લઇ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા,અને રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીએ આજે રાજુલા માર્કેટયાર્ડ ખાતે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના પ્રમુખો, સંગઠનના હોદેદારો સહિત ગ્રામીણ વિસ્તારના ખેડૂત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારની રજૂઆતો લેખિત મૌખિત આપી યુદ્ધના ધોરણે તાકીદે અધૂરાકામો પૂર્ણ કરવા માટે રજૂઆતો કરાઇ હતી. કેટલીક જગ્યાએ ગ્રામીણ વિસ્તારના અતિ મહત્વના ફીડરો આવતા હતા તેના કારણે હજુ ખેતીવાડી વીજળી શરૂ નથી તો કેટલીક જગ્યાએ સતત આવજાવના કારણે ખેતીવાડીનું કામ કરી શકાતુ નથી. આ પ્રકારની રજૂઆતો કરતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ફરી આ કામગીરી શરૂ કરી અલગ ટીમો બનાવી કામ કરવાની ખાત્રી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...