ફાયર વિભાગની કડક કાર્યવાહી:અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ન હોવાના કારણે બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યું

અમરેલીએક મહિનો પહેલા

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ સામે આજે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે.

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાના કારણે અમરેલી ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગે કોલેજ બિલ્ડિંગ સિલ કરી દેતા ખળભળાટ મચ્યો છે. કોલેજનું આધુનિક બિલ્ડિંગ હોવા છતા ફાયર સેફ્ટી મામલે બેદરકારી સામે આવતા કોલેજ સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે. ફાયર વિભાગે ફાયર સેફ્ટીને લઈ ચાલી રહેલી આ કાર્યવાહી આગામી દિવસોામાં પણ યથાવત રાખવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...