મતદાન:સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ 223 બુથ ઉભા કરાશે

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ 223 બુથ ઉભા કરાશે

આગામી 1 ડિસેમ્બરે પાંચ સીટ માટે મતદાન યોજાવા જઇ રહ્યુ઼ છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા જે જે સ્થળે મતદાન મથક ઉભા કરાયા છે તેની સંપુર્ણ ચકાસણી કરી લેવામા આવી છે. જિલ્લામા સૌથી વધુ બુથ સાવરકુંડલા તાલુકામા 223 ઉભા કરાયા છે. જયારે સૌથી ઓછા બુથ લીલીયા તાલુકામા માત્ર 66 હશે.

સમગ્ર અમરેલી જિલ્લામા વહિવટી તંત્ર 1412 બુથ પર મતદાન કરાવશે. અમરેલી સીટ માટે 301 બુથ તૈયાર કરવામા આવશે. જેમાથી 206 બુથ અમરેલી તાલુકાના અને 95 બુથ વડીયા તાલુકાના હશે. સાવરકુંડલા તાલુકાના 223 બુથ હશે. જયારે ખાંભા તાલુકાના 95 બુથ હશે જે પૈકી 50 બુથ પર ધારી સીટ માટે અને 45 બુથ પર રાજુલા સીટ માટે મતદાન થશે.

રાજુલા તાલુકામા 161 બુથ અને જાફરાબાદ તાલુકામા 97 બુથ છે. આમ સમગ્ર રાજુલા સીટ પર 303 બુથ પર મતદાન યોજાશે. લીલીયા તાલુકાના 66 બુથ છે જે પૈકી 64 બુથ સાવરકુંડલા સીટ માટે અને 2 બુથ લાઠી સીટ માટે તૈયાર કરવામા આવ્યા છે.

બગસરા તાલુકામા 78 બુથ તથા ધારી તાલુકામા 144 બુથ સાથે આ સીટ પર કુલ 272 બુથ પર મતદાન યોજવામા આવશે. જયારે બાબરા તાલુકામા 125 બુથ અને લાઠી તાલુકામા 113 બુથ મળી લાઠી સીટ માટે 240 બુથ પર મતદાન યોજાશે. આમ, ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે તંત્ર દ્વારા તાબડતોબ કામગીર શરૂ કરાઇ દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...