માવઠું:જિલ્લામાં માવઠું, ખેડૂતો ચિંતીત,હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા અને વડિયામાં ધીમીધારે વરસાદ : ટાઢાેડંુ છવાયંુ : બાબરા યાર્ડમાં 3 દિવસ હરરાજી બંધ

સમગ્ર અમરેલી જિલ્લામા ફરી અેકવાર માવઠાનાે માહાેલ સર્જાયાે છે. ગઇકાલ રાતથી જ વાતાવરણમા અચાનક બદલાવ અાવ્યાે હતાે. અમરેલી, વડીયા, બાબરા, બગસરા, સાવરકુંડલા વિગેરે વિસ્તારમા કમાેસમી વરસાદ થવા સાથે ટાઢાેડુ છવાઇ ગયુ હતુ. ચાેમાસુ વિત્યા બાદ અા વિસ્તારમા ત્રીજી વખત માવઠુ થઇ રહ્યું હાેય ખેડૂતાે ચિંતિત છે.અમરેલી પંથકમા હવામાનમા સતત બદલાવ જાેવા મળી રહ્યાે છે. દિપાવલીના તહેવાર બાદ અા વિસ્તારમા ત્રીજી વખત માવઠાની સ્થિતિ સર્જાણી છે.

અામ તાે હવામાન વિભાગ દ્વારા અગાઉ જ માવઠાની અાગાહી કરી દેવામા અાવી હતી. અને તે મુજબ ગઇરાતથી જ વાતાવરણમા બદલાવ જાેઇ શકાતાે હતાે. દરમિયાન અાજ સવારથી અમરેલી તથા અાસપાસના વિસ્તારમા અાકાશમા વરસાદી વાદળાે છવાઇ ગયા હતા. હવામા ભેજનુ પ્રમાણ વધી જતા વાતાવરણ પણ ટાઢુબાેળ બની ગયુ હતુ. માત્ર અમરેલી નહી પરંતુ દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ પંથકમા પણ વરસાદી વાદળાે છવાયા હતા.

બપાેરના સમયે અમરેલી શહેરમા ધીમીધારે વરસાદ શરૂ થયાે હતાે. વરસાદની ગતિ ભલે વધારે ન હતી પરંતુ સમયાંતરે છાંટા પડતા રહ્યાં હતા. અને માેડી સાંજ સુધી વરસાદ શરૂ રહ્યાે હતાે. રાત્રે પણ શહેર પર હળવાે વરસાદ વરસ્યાે હતાે. અાવી જ સ્થિતિ અાસપાસના લાઠી અને બાબરા પંથકમા જાેવા મળી હતી. લાઠીમા દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપાેરબાદ વરસાદનુ અાગમન થયુ હતુ. બાબરા પંથકમા કમાેસમી વરસાદથી વાતાવરણ ટાઢુબાેળ બન્યું હતુ.હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ સુધી માવઠાની અાગાહી કરવામા અાવી હાેય બાબરા માર્કેટીંગયાર્ડના સતાવાળાઅાેઅે અાગામી ત્રણ દિવસ સુધી યાર્ડમા હરરાજી બંધ રાખવાનાે નિર્ણય કર્યાે હતાે.

અાગામી 9મી તારીખ અેટલે કે શુક્ર,શનિ અને રવિવારે યાર્ડમા કપાસ, મગફળી તથા પરચુરણ ખેતજણસાેની હરરાજી કરવામા નહી અાવે. યાર્ડના સુત્રાેઅે અેમપણ જણાવ્યું હતુ કે તારીખ 10ને સાેમવારથી યાર્ડમા હરરાજી રાબેતા મુજબ શરૂ કરવામા અાવશે. વરસાદી માહાેલની વચ્ચે તાપમાનનાે પારાે પણ નીચેા ઉતર્યાે હતાે. જેના કારણે અમરેલી પંથકમા વાતાવર ટાઢુબાેળ બન્યું હતુ. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ સુધી વરસાદની અાગાહી કરવામા અાવી હાેય શિયાળુ પાકનુ વાવેતર કરનારા ખેડૂતાે ચિંતિત બન્યા છે. રવિ પાકની સિઝનમા જ ત્રીજી વખત માવઠુ થઇ રહ્યું હાેય ઘઉં,ચણા,જીરૂના પાકને નુકશાનીની ભિતી છે.

ધારી, ખાંભા અને કાેટડાપીઠામાં પણ માવઠું
અાજે બપાેરબાદ ધારીમા કમાેસમી વરસાદ ત્રાકટતા કેરીના પાકને નુકશાનની ભિતી ખેડૂતાેને સતાવી રહી છે. ખાંભા ઉપરાંત નાનુડી, ઇંગાેરાળા સહિતના ગામાેમા માવઠુ થયુ હતુ. કાેટડાપીઠા તથા અાસપાસમા કમાેસમી વરસાદ પડયાે હતાે.તસવીર- પૃથ્વી રાઠોડ, ગીરીશ મહેતા

રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતાેને માલ ઢાંકીને લાવવા અપીલ
હવામાન વિભાગ દ્વારા 8મી સુધી કમાેસમી વરસાદની અાગાહી કરાઇ હાેય રાજુલા માર્કેટીંગયાર્ડના સતાધીશાેઅે ખેડૂતાેનાે પાેતાનાે માલ પલળે નહી તે માટે ખેત જણસાેનેે તાલપત્રી અથવા પ્લાસ્ટિક ઢાંકીને જ યાર્ડમા લાવવા અનુરાેધ કરાયાે છે. અહી યાર્ડમા વરસાદ ચાલુ હાેય ત્યારે હરરાજી નહી કરવાનાે નિર્ણય લેવાયાે છે.

અમરેલીમાં ટાઢાેબાેળ પવન ફૂંકાયાે
​​​​​​​અમરેલી પંથકમા હવામાનમા બદલાવની સાથે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. અાજે દિવસભર ટાઢાેબાેળ પવન ફુંકાયાે હતાે. જેના કારણે લાેકાે ગરમ વસ્ત્રાેમા વિંટળાવા મજબુર બન્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...