આયોજન:કોટડાપીઠા ખાતે સર્વજન હિતાય સેવા સંસ્થા દ્વારા સમુહ લગ્ન યોજાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતોની ઉપસ્થિતિમાં 18 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે સર્વજન હિતાય સેવા સંસ્થાન દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો. અહી સંતો- મહંતોની ઉપસ્થિતિમાં 18 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અહી દિકરીઓને જુદા જુદા પ્રકારનું કરિયાવરણ એનાયત કરાયું હતું.

ડો. ક્રિષ્નાબેન કોઠીવાળ અને અર્ચનાબેન લેખિત પુસ્તકનું વિમોચન કરાયું હતું. સમૂહ લગ્નમાં વાલબાઈ માંએ નવ દંપતિને આશિર્વાદ આપ્યા હતા. કોટડાપીઠા ખાતે સર્વજન હિતાય સેવા સંસ્થા દ્વારા આયોજીત અષ્ટમ સમૂહ લગ્ન રઘુભઆઈ હુંબલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો આરંભ દિલીપભાઈ સંઘાણી અને માયાભાઈ આહિરના હસ્તે થયો હતો. તેમજ સમૂહ લગ્નમાં 18 નવ દંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

આ તકે કુંવરજીભાઈ બાવળીયા, વિરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, મારખીભાઈ વસરા, મેરામણભાઈ ભાટુ, જીતુભાઈ ડેર, હરજીભાઈ નારોલા, બહાદુરભાઈ બેરા તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પ્રભાતભાઈ કોઠીવાળ, ડો. પી.યુ. નરોડીયા, ચેતનભાઈ પંચોલી વિગેરે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...