તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લામાં ધોરણ 1 થી 9 અને 11ના 1,99, 287 છાત્રોને માસ પ્રમોશન; 35 દિવસનું ઉનાળું વેકેશન પડી જતાં ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમરેલી જિલ્લામાંકોરોના મહામારીના કારણે શિક્ષણ કાર્ય પર માઠી અસર પહોંચી છે. 9 માસ સુધી શાળાઓ બંધ રહી હતી. જે બાદ ધોરણ 6 થી 12 સુધીની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ થયું હતું. પણ કોરોનાની બીજી લહેરમાં ફરી એક વખત શાળાઓ બંધ કરવા શિક્ષણ વિભાગ મજબુર બન્યું હતું. કોરોના સંક્રમણ વધતા રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 9 અને 11ના છાત્રોને માસપ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

જેના કારણે અમરેલી જિલ્લામાં ધોરણ 1 થી 9ના 190382 અને ધોરણ 11ના 8905 મળી કુલ 199287 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. અત્યારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1 મે થી 5 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ પણ બંધ છે. શાળાઓમાં વેકેશન ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓ આગલા વર્ષમાં પ્રવેશ મળશે.આમ, કોરોના કારણે વિદ્યાર્થીઓને વેકેસન જ વેકેસન રહ્યું.

એડમિશન માટે છાત્રોને શાળાઓ બોલાવવાના નથી
અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. એક પણ શાળાએ વિદ્યાર્થીઓને એડમિશન માટે શાળાએ બોલાવવાના નથી. પણ વાલીઓને બોલાવી શકે છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર હોય તેવા સમયે શિક્ષક લિંક મારફ માહિતી આપી શકશે.> અેમ. જે. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...