તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન:314 શાળાના ધોરણ 10ના 19763 છાત્રોને માસ પ્રમોશન

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી વધારે 11436 વિદ્યાર્થીની અને 8327 વિદ્યાર્થીને લાભ મળશે
  • આગામી દિવસોમાં પરીક્ષા વગર ધો.11 માં પ્રવેશ અપાશે

અમરેલી જિલ્લામાં 314 શાળાઓમાં ધોરણ 10ના 19763 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે. જેમાં સૌથી વધારે 11436 છાત્રા અને 8327 છાત્રોને લાભ મળશે. આગામી સમયમાં આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવશે.અમરેલી જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં 9 માસ સુધી શાળાઓ બંધ હતી. જે બાદ ધોરણ 6 થી 12 સુધીની શાળાઓમાં છાત્રોનો ઓફલાઇન અભ્યાસ શરૂ કરાયો હતો. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે અનેક પરામર્શ બાદ ધોરણ 1 થી 9 અને 11ને માસ પ્રમોશન આપી દીધું હતું. જે બાદ હવે કોરોનાના સંકટને ધ્યાને રાખી ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાયું છે.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં 131 ગ્રાન્ટેડ, 47 સરકારી અને 136 ખાનગી મળી 314 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 10ના 19763 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. અહીં સૌથી વધારે 11436 વિદ્યાર્થીની અને 8327 વિદ્યાર્થીઓને લાભ મળશે. આગામી સમયમાં આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...