પ્રદર્શન યોજાશે:અમરેલીમાં આજે ફાયર ડે નિમિત્તે શહિદોને વંદન કરાશે, ફાયર વિભાગે રેલીનું આયોજન કર્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં આવતીકાલે ફાયર ડેની ઉજવણી કરાશે. અહી ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં રેલીનું આયોજન કર્યું છે. ઉપરાંત રાજકમલ ચોકમાં શહિદ સ્મારક ખાતે શહીદોને સલામી અપાશે. જેમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહેશે. 14 એપ્રીલના રોજ ફાયર ડેની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લા ફાયર વિભાગ દ્વારા હિરગબાગ ફાયર સ્ટેશન ખાતે શહીદોને વંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઉપરાંત શહેરમાં પ્રદર્શન સાથે રેલી યોજાશે. તેમજ રાજકમલ ચોકમાં શહીદ સ્મારક ખાતે શહીદોને સલામી અપાશે.

જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર એચ.સી. ગઢવી, ફાયર વાયરલેસ ઓફિસર એચ.પી. સરતેજા, લિડીંગ ફાયરમેન એચ.બી. બાંભણીયા, આનંદભાઈ જાની, પ્રવિણભાઈ ચૌહાણ, સાગરભાઈ પુરોહિત, અરૂણભાઈ વાઘેલા, હર્ષપાલ ગઢવી, કૃષ્ણભાઈ ઓળકિયા અને કરનભાઈ ગઢવી વિગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...