મતદાન:પહેલાં મતદાન પછી લગ્ન

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઠેકઠેકાણે વરરાજા અને નવવધુએ કર્યુ મતદાન

એક તરફ આજે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન હતુ અને બીજી તરફ મોટા પ્રમાણમા લગ્નો પણ લેવાયા હતા. ઠેકઠેકાણે નવદંપતિઓ અને જાનૈયા માંડવીયાએ વાજતે ગાજતે મતદાન કરી લગ્ન પહેલા પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. અમરેલીના ઇશ્વરીયામા આજે પટેલ પરિવારે લગ્ન સમારોહ પહેલા જ મતદાન કર્યુ હતુ.

ઘરના તમામ સભ્યોએ મતદાન કર્યા બાદ જાન જોડી હતી. વડીયા તાલુકાના નાજાપુરમા વૈશાલી ઢેબરીયાના પણ આજે લગ્ન હતા. સાથે સાથે મતદાન પણ હોય આ દુલ્હને મંડપ વચ્ચેથી બુથ પર પહોંચી મત આપ્યો હતો. તો ખાંભા તાલુકાના હનુમાનપરા તેમજ બાબરાના સુકવડા ખાતે વરરાજાઓએ મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ બજાવી લોકશાહી માટે તેમનો અધિકાર અને ફરજ પુર્ણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...