અમરેલીના બાબરા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને કપાસના મણદિઠ 1700 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે કિસાન સંઘના આગેવાનો દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ પર પહોંચી નારાજગી વ્યકત કરવાામં આવી હતી અને કપાસની હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. કિસાન સંઘ દ્વારા ખેડૂતોને 2000 રૂપિયાનો ભાવ આપાવની માગ કરવામાં આવી છે.
પોષણક્ષમ ભાવ ન મળતા રોષ
મોંઘવારીના કારણે ખેતીના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તો બીજી તરફ ખેત જણસના ભાવમાં વધારો થઈ નથી રહ્યો. અમરેલીના બાબરા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને હાલ કપાસના મણદિઠ 1700 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. ત્યારે કિસાન સંઘના આગેવાનોએ માર્કેટીંગ યાર્ડ પર પહોંચી હરાજી બંધ કરાવી રોષ વ્યકત કર્યો હતો. ખેડૂતોને કપાસના 2000થી 2500 સુધીના ભાવ આપાવની માગ કરવામાં આવી હતી. ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળે તે માટે કિસાન સંઘ દ્વારા મામલતદાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂત અગ્રણી ભાનુભાઈ પડસાળાએ જણાવ્યું હતુ ગઈ કાલે ખેડૂતોની બેઠક મળી હતી અને વેપારી ખેડૂતો સાથે સંકલન કર્યું હતું. ખેડૂતોને કપાસના 2000થી લઈ 2500 સુધીના ભાવો મળવા જોઈએ. ખેડૂતોને વધારે ભાવ મળે તેવી અમારી સરકાર પાસે રજૂઆતો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.