જીવ બચાવ્યો:જાફરાબાદના દરિયામાં માછીમારી દરમિયાન યુવકને ઈજા પહોંચતા મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યો

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 52 નોટિકલ માઈલ દૂર દરિયામાં સ્પિડ બોટ મારફતે મરિન પોલીસે પહોંચી માછીમારને સારવાર આપી

અમરેલી જિલ્લામાં જાફરાબાદના દરિયામાં 52 નોટિકલમાઇલ દૂર એક બોટ ફિશીંગમાં હતી. આ દરમિયાન એક ખલાસી સતિષભાઈ બાબુભાઇ બારૈયાને અચાનક છાતીના ભાગે ઈજા થઇ હતી. જેથી તાત્કાલિક ધોરણે વાયરલેસ દ્વારા બોટ મલિકને જાણ કરવામાં આવી હતી. જે બાદ પીપાવાવ મરીન પોલીસને જાણ કરતા પીપાવાવ મરીન પોલીસ સ્પીડ બોટ દ્વારા દરિયામાં અંદર પહોંચી હતી. મરીન પોલીસે માછીમાર યુવકનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.

ત્યારબાદ પીપાવાવ મરીન પોલીસ દ્વારા આ યુવકને પીપાવાવ પોર્ટ જેટી પર લાવી ખારવા સમાજની એમ્બ્યુલન્સ મારફતે મહુવા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા રાજુલા, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે જેના કારણે સ્પીડ બોટ 108 અહીં આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...